યશપાલ અને ઇન્દ્રવદનના દસ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ :  ગુજરાત લોકરક્ષક દળના પેપરલીક કૌભાંડમાં ગઇકાલે ધરપકડ કરાયેલા યશપાલસિંહ સોલંકી ઉર્ફે ઠાકોર અને ઇન્દ્રવદનપરમારના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જયારે આરોપી રાજેન્દ્ર વાઘેલાને કોર્ટેપાંચ દિવસના રિમાન્ડ આપ્યા હતા. પોલીસે આજે ત્રણેય આરોપીઓને ગાંધીનગર કોર્ટમાં લોખંડી જાપ્તા સાથે રજૂ કર્યા હતા. જેમાં કોર્ટે યશપાલસિંહ સહિતના ત્રણેય આરોપીઓના દસ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પોલીસે યશપાલસિંહ સહિતના ત્રણેય આરોપીઓના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના ઉમેદવારોને ચાર ગાડીઓમાં ચિલોડાથી ગુડગાંવ લઇ જવાયા હતા અનેત્યાંથી દિલ્હીની ગેંગના માણસો તેમના વાહનોમાં ઉમેદવારોને દિલ્હી લઇ ગયા હતા અનેત્યાં જુદા જુદા સ્થળોએ પાંચ-પાંચના ગ્રુપમાં બધાને પેપર અને આન્સરશીટ બતાવ્યા હતાતેથી દિલ્હીની આ ગેંગના સંપર્કો, તેના સભ્યો, આન્સર શીટ કોણે આપી અને દિલ્હીની ગેંગ સિવાય અન્ય કોણ કોણ આકૌભાંડમાં સંડોવાયેલું છે તે સહિતના મુદ્દે આરોપીઓના સાથે રાખી તપાસ કરવાની છે.પેપર લીક થયા બાદ આરોપીઓ અત્યાર સુધી નાસતા ફરતા રહ્યા હતા, તેથી તેઓ કયાં કયાં ગયા અને કોના સંપર્કમાં આવ્યા તેમ જ તેઓને કોણેકોણે મદદગારી કરી, આશરો આપ્યો તે સહિતની વિગતો પણ જાણવાનીછે.

આરોપીઓને સાથે રાખી દિલ્હી સહિતના સ્થળોએ તપાસ માટે જવાનું છે. આ સંજાગોમાંકોર્ટે આરોપીઓના પૂરતા રિમાન્ડ મંજૂર કરવા જાઇએ. પોલીસની આ રિમાન્ડ અરજી ધ્યાનેલીધા બાદ કોર્ટે યશપાલસિંહ અને ઇન્દ્રવદન પરમારના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાહતા., જયારે રાજેન્દ્ર વાઘેલાના પાંચ દિવસના રિમાન્ડમંજૂર કર્યા હતા. ઉલલેખનીય છે કે, પપેર લીક કૌભાંડ મામલે પોલીસ હાલ પરીક્ષાર્થીઓનેપકડીને તેમની પાસેથી કડીઓ મેળવી રહી છે. પરંતુ તેની પાછળની મોટી માછલીઓ સુધીપહોંચવા માટે પોલીસ હજુ કંઇ કરી શકી નથી. બીજી તરફ પોલીસ અત્યાર સુધીની તપાસમાંપ્રિન્ટિગ પ્રેસ સુધી પહોંચીને અટકી ગઈ છે. પોલીસનો દાવો છે કે, આરોપી ઇન્દ્રવદન પરમાર તેની મુખ્ય કડી સમાન છે, અને તેની વોટ્‌સએપ ચેટમાં દિલ્હીની ગેંગ સાથેના સંપર્કો અને કોલ વિગતપણ મળી છે .

પોલીસનો દાવો છે કે પોલીસ પાસે સૌથી વધુ ટેકનિકલ એવિડન્સ છે, આમ છતાં પોલીસ દિલ્હીના બે વ્યક્તિઓના નામ કેમ છુપાવી રહી છે? તેમજ ગુજરાતમાં પકડાયેલા મુખ્ય આરોપીઓનો બોસ કોણ છે?તેનો પોલીસ પાસે કોઇ જવાબ નથી. ખરેખર જો પેપર પ્રિન્ટિગ પ્રેસમાંથી લીક થયું હોય તો ગુજરાતના વચેટીયાઓ કોણ છે?, પ્રિન્ટિગ પ્રેસ માટે પરીક્ષા બોર્ડને કોણે ભલામણ કરી? અથવા કોના મારફતે પ્રિન્ટિગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી એવા તમામ પ્રશ્નો વણઉકેલ્યા છે. આરોપી મનહર પટેલ પણ દિલ્હીની ગેંગને જાણતો હતો. જા કે, હવે આરોપીઓના રિમાન્ડમાં નવા ખુલાસાઓ સામે આવવાની પૂરી શકયતા છે.

Share This Article