પંકજ અડવાણીએ ઈતિહાસ રચ્યો, ૨૬મી વખત વર્લ્ડ બિલિયર્ડ્‌સ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નવીદિલ્હી :ભારતના સ્ટાર ક્યૂ પ્લેયર પંકજ અડવાણીએ ઈતિહાસ રચ્યો છે. તેણે મંગળવારે IBSF વર્લ્ડ બિલિયર્ડ્‌સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સૌરવ કોઠારીને હરાવ્યો હતો. આ સાથે પંકજે ૨૬મી વખત IBSF વર્લ્ડ બિલિયર્ડ્‌સ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. પંકજે ૨૦૦૫માં પ્રથમ વર્લ્ડ ટાઈટલ જીત્યું હતું. તેણે લાંબા ફોર્મેટમાં નવ વખત ખિતાબ જીત્યો છે, જ્યારે તે પોઈન્ટ ફોર્મેટમાં આઠ વખત ચેમ્પિયન રહ્યો છે. આ સિવાય તે એક વખત વર્લ્ડ ટીમ બિલિયર્ડ્‌સ ચેમ્પિયનશિપ જીતવામાં પણ સફળ રહ્યો હતો.. અડવાણીએ અગાઉ સેમિફાઇનલમાં દેશબંધુ ભારતીય રૂપેશ શાહને ૯૦૦-૨૭૩થી હરાવ્યો હતો. કોઠારીએ સેમિફાઇનલમાં ધ્રુવ સિતવાલાને ૯૦૦-૭૫૬થી હરાવ્યો હતો. પંકજે સેમિફાઇનલમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. વર્લ્ડ બિલિયર્ડ્‌સ અને સ્નૂકરના ૨૬ વખતના ચેમ્પિયન પંકજે સેમિફાઇનલમાં રૂપેશ શાહને હરાવ્યો હતો. આ સાથે તેણે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. પંકજે રૂપેશને ૯૦૦-૨૭૩થી હરાવ્યો. સૌરવ કોઠારીની વાત કરીએ તો તેણે બીજી સેમીફાઈનલમાં ધ્રુવ સીતવાલાને હરાવ્યો હતો. કોઠારીએ આ મેચમાં ૯૦૦-૭૫૬ થી રોમાંચક વિજય મેળવ્યો હતો.

Share This Article