મંત્રમુગ્ધ કરે તેવા કિર્તીદાન ગઢવી, કિંજલ દવે, ભૂમિ ત્રિવેદી, પાર્થિવ ગોહિલ અને સચિન જીગર જેવા સિંગર અને કલાકારોના સ્ટેજ પ્રોગ્રામ આકર્ષણનું કેન્દ્ર પર્યટનનો વિકાસ કરવા, સ્થાનિક અર્થવ્યવસ્થાને પ્રોત્સાહિત કરવા અને ભારતીય સંસ્કૃતિને પ્રદર્શિત કરવાની પરંપરાને જીવંત રાખવાના હેતુસર પંચમહોત્સવ પાવાગઢ-ચાંપાનેર 2019 મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રવાસન પંચમહાલ જિલ્લા દ્વારા આયોજિત આ પ્રોગ્રામ 15મી ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવશે.
પંચમહોત્સવ 2019 માં 25 થી 29 ડિસેમ્બરના કાર્યકાળ દરમિયાન વિશાળ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પ્રદર્શિત કરવામાં આવશે જેમાં જાણીતા સિતારાઓના સ્ટેજ પર્ફોમન્સ યોજાશે જેમાં કિર્તીદાન ગઢવી, કિંજલ દવે, ભૂમિ ત્રિવેદી, પાર્થિવ ગોહિલ અને સચિન જીગર જેવા સિંગર્સ પોતાના પરફોર્મન્સથી સૌ કોઈને મંત્રમુગ્ઘ કરશે.
આ પંચમહોત્સવના સાંસ્કૃતિક સાંજની ઉજવણી દેશભરના લાખો લોકો માટે રહેશે કેમ કે ઈવેન્ટનું જીવંત પ્રસારણ સ્ટ્રીમિંગ અને વેબ કાસ્ટિંગ દ્વારા પણ સોશિયલ મીડિયા પર મુકવામાં આવશે.
15 મી ડિસેમ્બર, 2019 થી શરૂ થતા એક મહિનાના કાર્યકાળમાં માત્ર સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં 25 ડીસેમ્બરના રોજ કિર્તિદાન ગઢવી, 25 ડીસેમ્બરે કિંજલ દવે, 27 ડીસેમ્બરે ભૂમિ ત્રિવેદી અને 28 ડીસેમ્બરે પાર્થિવ ગોહિલ તેમદ 29 ડીસેમ્બરના રોજ સચિન-જિગરના પરફોર્મન્સ માણવાનો લ્હાવો મળશે.
ફક્ત એટલું જ નહીં પણ એક ટેન્ટ સિટી પણ ડેવલપ કરવામાં આવશે. ટેન્ટસિટી એ અહીં આવનાર પર્યટક માટે આકર્ષણ સ્થળ બની રહેશે જેમાં હેરિટેજ વૉક, તીર્થયાત્રા અને વન પગેરું શામેલ છે. આ ઉપરાંત પ્રાકૃતિક સૌંદર્ય, અજોડ પુરાતત્ત્વીય સ્મારકો, આકર્ષક આદિજાતિ સંસ્કૃતિ અને શાંત આધ્યાત્મિકતા એ બધું જ પંચમહાલમાં એકજ સ્થળ પણ નિહાળવા અને માણવા માટે મળશે. આ સમગ્ર ઇવેન્ટનું સંચાલન લાભ ડેકોરેટર્સ અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું છે