પાલનપુરથી ઉંઝા ઉમિયાધામ સુધી પાટીદારની યાત્રા યોજાઈ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પાલનપુર: પાલનપુરથી મહેસાણાના ઉંઝા ઉમિયાધામ સુધી પાટીદારોની આજે સદભાવના યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જાડાયા હતા. આ યાત્રામાં પાસના નેતા હાર્દિક પટેલ અને લાલજી પટેલ પણ જાડાયા હતા. સદ્‌ભાવના યાત્રા પહેલા વિવિધ વિષય પર ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. આમા ૧૨ હજારથી વધુ પાટીદારો જાડાયા હોવાના અહેવાલ મળ્યા છે. બનાસકાંઠાના વડામથક પાલનપુરથી મહેસાણાના ઊંઝા ઊમિયાધામ સુધી પાટીદારોની સદભાવના યાત્રા રવાના થઈ હતી. આ યાત્રામાં પાસ કન્વીનર હાર્દિક પટેલ અને એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ જોડાયા હતા.

પાલનપુરના લક્ષ્મીપુરા ખાતે આવેલી સમૂહલગ્નની વાડી ખાતેથી પાટીદાર સમાજ દ્વારા ખેડૂતોનું દેવું માફ કરો, પાટીદાર સમાજને ન્યાય આપોની માંગ સાથે પાલનપુરથી ઊંઝા ઉમિયા માતાના ધામ સુધી સદ્ભાવના મહારેલી યોજાઇ રહી છે. પાસ એસપીજી સહિતના સંગઠન સિવાય પાલનપુરથી હજારો પાટીદારો સાથે નીકળેલી મહારેલીને લઇ પાલનપુરથી ઊંઝાનો માર્ગ જય સરદાર જય પાટીદારના નાદ ગુંજ્યો હતો. પાટીદારોએ ૯ સપ્ટેમ્બરે પાટણના ખોડિયાર મંદિરથી ઊંઝા ઉમિયા માતા મંદિર સુધી ૩૧ કિલોમીટર લાંબી સદભાવના પદયાત્રા કરી હતી. આ સમયે પાસ કન્વીનર હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ પર હતો અને તેના સમર્થનમાં પદયાત્રા યોજાઈ હતી. પદયાત્રામાં કોંગ્રેસના ધારાસભ્યો કિરીટ પટેલ અને લલિત વસોયા હાજર રહ્યા હતા.

Share This Article