પાકિસ્તાન : પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં આ સમયે હલચલ મચી ગઈ છે. મતલબ ઈમરાન સરકાર પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. વડાપ્રધાન ઈમરાન ખાનને સરકાર પડી જવાનો ડર સતાવી રહ્યો છે. આ બધાની વચ્ચે પાકિસ્તાનના વઝીર-એ-આઝમ ઈમરાન ખાને ભારતની વિદેશ નીતિના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે ભારતની નીતિ મુક્ત છે. ભારતની વિદેશ નીતિ તેના લોકોના હિતમાં છે. પાક પીએમએ કહ્યું કે ભારતની વિદેશ નીતિ કોઈ દબાણમાં નથી. તેમણે કહ્યું કે હું ભારતની નીતિની પ્રશંસા કરું છું. આ સાથે જ પોતાની વિપક્ષી પાર્ટી પર નિશાન સાધતા ઈમરાન ખાને કહ્યું કે વિપક્ષી પાર્ટી ભારત સાથે મળેલી છે. સાથે જ ઈમરાન ખાને વિપક્ષને ડાકુ પણ કહ્યા. હું રાજીનામું આપીશ પણ કોઈની સામે ઝૂકીશ નહીં. ઈમરાન ખાને કહ્યું કે હું પૈસા આપીને મારી સરકાર બચાવવા માંગતો નથી. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઈમરાન ખાનની સરકાર ગમે ત્યારે પડી શકે છે. વાસ્તવમાં પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટીના જ સાંસદો તેમની વિરુદ્ધ ઉભા છે. આવી સ્થિતિમાં તેમની ખુરશી ગુમાવવાનું જાેખમ વધી ગયું છે. પાકિસ્તાનમાં, સત્તાધારી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના લગભગ બે ડઝન સાંસદોએ બળવાખોર વલણ અપનાવ્યું છે કારણ કે વિરોધ પક્ષોએ સંસદમાં ઈમરાન ખાન સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. જાે કે, ઈમરાન ખાનની આગેવાનીવાળી સરકારે વિરોધ પક્ષો પર સાંસદોના હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો છે. બળવાખોર સાંસદો ઈસ્લામાબાદના સિંધ હાઉસમાં રોકાયા છે, જે સિંધ સરકારની મિલકત છે. સિંધમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સરકાર છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીએ શનિવારે કથિત પક્ષપલટાને લઈને તેના અસંતુષ્ટ સાંસદોને કારણ બતાવો નોટિસ જાહેર કરી હતી. તે જ સમયે, તેમને ૨૬ માર્ચ સુધીમાં ખુલાસો આપવા માટે કહેવામાં આવ્યું હતું કે શા માટે તેમને પક્ષપલટો જાહેર કરવામાં ન આવે અને નેશનલ એસેમ્બલીના સભ્યપદમાંથી અયોગ્ય ઠેરવવામાં આવે. ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઈમરાન ખાન ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે અને જાે કેટલાક સહયોગી પક્ષ બદલવાનું નક્કી કરે તો તેમને હટાવવામાં આવી શકે છે. ૩૪૨ સભ્યોની નેશનલ એસેમ્બલીમાં વિપક્ષને ૧૭૨ મતોની જરૂર છે. પીટીઆઈના ગૃહમાં ૧૫૫ સભ્યો છે અને સરકારમાં રહેવા માટે ઓછામાં ઓછા ૧૭૨ સાંસદોની જરૂર છે.
બાબા સિદ્દીકી હત્યા કેસમાં ગુજરાત કનેક્શન, એક શખ્સની ધરપકડ કરી
મહારાષ્ટ્ર : ઝડપાયેલો સલમાન વ્હોરા નામનો આરોપી આણંદ જિલ્લાના પેટલાદનો રહેવાસી છે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યા કેસમાં તપાસના...
Read more