અમદાવાદ: અગ્રણી એજ્યુકેશન ફાઇનાન્સ NBFC, ઓક્સિલો ફિનસર્વે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં ગુજરાતમાં 95% થી વધુ CAGR નોંધાવ્યો છે. વધતી માંગને પહોંચી વળવા અને લોનની સરળ અને ઝડપી પ્રક્રિયા માટે કંપની ટૂંક સમયમાં મુખ્ય સ્થળો પર તેના ગ્રાહકને સંપર્ક માટે કેન્દ્રોમાં વધારો કરશે.
ઓવરસીઝ લોન, ઓક્સિલોના CBO શ્વેતા ગુરુ એ માહિતી આપતા જણાવ્યું હતું કે “મહામારી પછી, વિદેશમાં શિક્ષણ માટે વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, અને આ વધતી માંગને પહોંચી વળવા માટે, અમે ગુજરાતમાં અમારી શાખાના નેટવર્કને ધીમે ધીમે વિસ્તૃત કરવાની યોજના બનાવી છે.”
ગુજરાતમાં, ઓક્સિલોના સુરત, નવસારી, બારડોલી, વાપી, ભરૂચ અંકલેશ્વર, બરોડા, નડિયાદ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, કડી અને કલોલ જેવા મહત્વપૂર્ણ સ્થળોએ વિદ્યાર્થીઓને સેવા પૂરી પાડે છે. કંપની ટૂંક સમયમાં અમદાવાદમાં પ્રાદેશિક મુખ્યાલય સાથે રાજકોટ, જામનગર, ભાવનગર અને બરોડામાં તેના વર્તમાન નેટવર્કમાં ઉમેરો કરશે.
વર્ષ 2023 માં ગુજરાતમાંથી લગભગ 1,05,600 વિદ્યાર્થીઓએ વિદેશ પ્રવાસ કર્યો, જે વર્ષ 2022 થી 11.8% નો વધારો દર્શાવે છે, વર્ષ 2022માં 94,400 વિદ્યાર્થીઓ વિદેશ ગયા હતા.
શ્રીમતી ગુરુએ ઉમેર્યું હતું કે “₹35 થી ₹1 કરોડ સુધીની લોનની રકમ સાથે, વિદ્યાર્થીઓ સામાન્ય રીતે યુએસ, યુકે, કેનેડા, આયર્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની અગ્રણી યુનિવર્સિટીઓ પસંદ કરે છે.”
ડેટા મુજબ, ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરાયેલા ટોચના અભ્યાસક્રમોમાં માસ્ટર ઇન કમ્પ્યુટર સાયન્સ, માસ્ટર ઇન ઇન્ફર્મેશન સિસ્ટમ્સ, માસ્ટર ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, માસ્ટર ઇન બિઝનેસ એનાલિટિક્સ અને માસ્ટર ઇન ડેટા સાયન્સનો સમાવેશ થાય છે.
ઉદ્યોગ અહેવાલો મુજબ, વર્ષ 2024 માં 1.3 મિલિયનથી વધુ ભારતીય વિદ્યાર્થીઓએ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદેશોમાં ગયા હતા, જે વર્ષ 2023માં 7,50,000 વિદ્યાર્થીઓથી મજબૂત વૃદ્ધિ દર્શાવે છે.
અત્યાર સુધીમાં, ઓક્સિલોએ 25 થી વધુ દેશોની 1100 થી વધુ યુનિવર્સિટીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં 12,000 થી વધુ મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓને શિક્ષણ લોન પૂરી પાડી છે. કંપનીએ 170 થી વધુ શૈક્ષણિક સંસ્થાઓને તેમના માળખાગત વિસ્તરણ અને કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે નાણાં પણ પૂરા પાડ્યા છે.
જુલાઈ 2024 માં, ઓક્સિલો ફિનસર્વે લીપફ્રોગ ઇન્વેસ્ટમેન્ટ્સ સાથે ટ્રાઇફેક્ટા લીડર્સ ફંડ I અને એક્સપોનેન્ટિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ-II જેવા હાલના રોકાણકારો સાથે ભંડોળના બીજા રાઉન્ડમાં $30 મિલિયન એકત્ર કર્યા.
નાણાકીય વર્ષ 2020-23 માટે કંપનીની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) ~82% CAGR (ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર) ના દરે વધી છે અને હાલમાં તે INR ~3604 કરોડ છે.
ઓક્સિલો ફિનસર્વ ELME એડવાઇઝર્સ LLP ના આકાશ ભણશાલી દ્વારા પ્રમોટ કરવામાં આવે છે અને બલરામપુર ચીની મિલ્સ લિમિટેડ દ્વારા સહ-રોકાણ કરવામાં આવે છે.