“મુસ્લિમ સમુદાય પ્રત્યે અવિશ્વાસ અને હિન્દુઓ વચ્ચે સુરક્ષાની કમીનો માહોલ બનાવવાનો છે.”

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મથુરા અને જ્ઞાનવાપી વિવાદ પર ઓવૈસીએ કહ્યું.

ધાર્મિક સ્થળ વિવાદ પર બોલ્યા એઆઈએમઆઈએમ ચીફ અને એવી વાત કરી કે તરત જ વિવાદમાં ઉત્ત્રર્યા. હૈદરાબાદથી લોકસભા સાંસદ અને એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ ગુરૂવારે કહ્યુ કે, મથુરા અને જ્ઞાનવાપી વિવાદનો વિચાર મુસ્લિમ સમુદાય પ્રત્યે અવિશ્વાસ અને હિન્દુઓ વચ્ચે સુરક્ષાની કમીનો માહોલ બનાવવાનો છે. ઓવૈસીએ કહ્યુ કે, તેનો ઉદ્દેશ્ય દેશને પાછળ લઈ જવાનો પણ છે.

ઓવૈસીએ કહ્યુ કે, આ યોગ્ય સમય છે કે દેશના પ્રધાનમંત્રી આ તમામ મુદ્દાને સમાપ્ત કરી દે અને કહે કે તેમની સરકાર પૂજા સ્થળ (વિશેષ જાેગવાઈ) અધિનિયમ ૧૯૯૧ પર યથાવત છે. લોકસભા સાંસદે કહ્યુ કે, તેમણે કહેવું જાેઈએ કે તેમની સરકાર દેશમાં વિભાજન પેદા કરનાર આવા કારણોનું સમર્થન કરશે નહીં. તેમણે કહ્યું કે શાહી ઈદગાહ મસ્જિદને હટાવવા માટે મથુરાની એક કોર્ટમાં દાખલ અરજી પૂજા સ્થળ અધિનિયમ ૧૯૯૧નું ઉલ્લંઘન છે.

ઓવૈસીએ કહ્યુ- મથુરાની જિલ્લા કોર્ટનું તે કહેવું કે આ કેસ ચાલવા યોગ્ય છે, સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન છે અને સંસદના અધિનિયમ વિરુદ્ધ છે. ઓવૈસીએ કહ્યુ કે આ લોકો માટે કાયદાનું મહત્વ નથી. તે મુસ્લિમ લોકોની ઈજ્જત લૂંટવા ઈચ્છે છે. એઆઈએમઆઈએમ ચીફે કહ્યુ કે તમે કાયદો વ્યવસ્થાની મજાક બનાવી રહ્યાં છો. જ્યારે વધુ એક વાદી કોર્ટમાં ગયો, તો કોર્ટે કહ્યું હતું કે નહીં, તેથી તમે એક અલગ પાર્ટી બનાવી.

આ બધા સંઘ પરિવાર સાથે જાેડાયેલા છે. ઓવૈસીની આ ટિપ્પણી દેશમાં ઘણા ધાર્મિક સ્થળોને લઈને ચાલી રહેલા વિવાદો વચ્ચે આવી છે. જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના સર્વે માટે અહીંની એક કોર્ટ દ્વારા રચાયેલા પંચે પોતાનો રિપોર્ટ ગુરૂવારે કોર્ટને સોંપી દીધો છે. ઉલ્લેખનીય છે કે જ્ઞાનવાપી મસ્જિદ પ્રતિષ્ઠિત કાશી વિશ્વનાથ મંદિરની નજીક સ્થિત છે. સ્થાનીક અદાલત મહિલાઓના એક સમૂહ તરફથી તેની બહારની દિવાલો પર બનેલા વિગ્રહોની દૈનિક પૂજા અર્ચનાની મંજૂરી માંગ કરનારી અરજી પર સુનાવણી કરી રહી છે.

Share This Article