અસદુદ્દીન ઓવૈસીએ ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને ‘ભારત રત્ન’ આપવાની જાહેરાત પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે લાલકૃષ્ણ અડવાણીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપવું એ કેન્દ્ર સરકારનો ખોટો ર્નિણય છે. ઓવૈસીએ કહ્યું કે મને લાગે છે કે અડવાણીને ‘ભારત રત્ન’ એવોર્ડ આપવો એ એવોર્ડનું અપમાન છે. ઓવૈસીએ કહ્યું કે બાબરી મસ્જિદની શહાદત અડવાણીની હાજરીમાં થઈ હતી. જ્યારે તેઓ ગૃહમંત્રી હતા ત્યારે ૨૦૦૨ના રમખાણો થયા હતા. અમે કેન્દ્ર સરકારના આ ર્નિણયને ખોટો માનીએ છીએ. ઓવૈસી અહીં જ ન અટક્યા, તેમણે આરોપ લગાવ્યો કે અડવાણીએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ‘રથયાત્રા’ કાઢી હતી. તેઓ જ્યાં પણ પ્રવાસે ગયા ત્યાં હિંદુ-મુસ્લિમ રમખાણો થયા. તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ઠ પર, ઓવૈસીએ અડવાણીની ‘રથયાત્રા’ દરમિયાન રમખાણોમાં થયેલા મૃત્યુના આંકડા ટાંક્યા. ઓવૈસીએ કહ્યું કે પાકિસ્તાનની મુલાકાત દરમિયાન અડવાણીએ દેશના ભાગલા માટે જવાબદાર જિન્નાહની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે નરેન્દ્ર મોદીની સરકાર તેમને સર્વોચ્ચ નાગરિક સન્માન આપી રહી છે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન મોદીએ શનિવારે જાહેરાત કરી હતી કે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી નવાજવામાં આવશે. જ્યારથી અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી તેને લઈને રાજકીય ગરમાવો જાેવા મળી રહ્યો છે. ભાજપના નેતાઓ આ ર્નિણયનું સ્વાગત કરી રહ્યા છે ત્યારે વિપક્ષી નેતાઓ તેના પર સવાલો ઉઠાવી રહ્યા છે. વિરોધ પક્ષોના નેતાઓ તેને ભાજપના એજન્ડાની રાજનીતિ ગણાવી રહ્યા છે.
ઈ-ગેમિંગ ફેડરેશન ઘ્વારા ભારતના ઓનલાઈન ગેમિંગ સેક્ટરમાં વૃદ્ધિ અને ગેરસમજને લગતા મુદ્દાઓને લઈ ચર્ચા કરાઈ
- ભારત, 40% વૈશ્વિક ગેમર્સનું ઘર છે, વૈશ્વિક ગેમિંગ આવકમાં માત્ર 1% ફાળો આપે છે, જે નોંધપાત્ર આર્થિક સંભાવના દર્શાવે છે - મેક ઇન ઇન્ડિયા પહેલ સાથે 'કુદરતી...
Read more