અમદાવાદઃ ગુજરાતમાં તેની VoLTE સેવાના સફળ લોન્ચિંગને ધ્યાનમાં લેતાં ભારતની સૌથી મોટી ટેલિકોમ્યુનિકેશન્સ સર્વિસ પ્રોવાઈડર ભારતી એરટેલ (એરટેલ)એ આજે જાહેરાત કરી છે કે ગ્રાહકો હવે તેની VoLTE સેવાનો અનુભવ ૧૭૫થી વધુ ૪જી સ્માર્ટફોન મોડેલ્સ પર માણી શકશે. એરટેલની VoLTE સેવાને ગુજરાતમાં ગ્રાહકો તરફથી સકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો છે. એરટેલ હાઈ-સ્પીડ ડેટા માટે ગ્રાહકોની તીવ્ર ઝડપે વધી રહેલી માગ પૂરી કરવા માટે રાજ્યમાં તેની ૪જી ક્ષમતા સતત વધારી રહી છે. ગુજરાતમાં ગ્રાહકો હવે એરટેલ VoLTE સાથે એચડી ક્લેરિટીના વોઈસ કોલિંગનો અનુભવ કરવા એરટેલના મજબૂત ૪જી નેટવર્કનો આનંદ માણી શકશે અને ૪જી પર સુપરફાસ્ટ ડેટા ટ્રાન્સફરનો પણ અનુભવ માણી શકશે.
એરટેલ VoLTE સાથે ગ્રાહકો એચડી(હાઈ ડેફિનેશન) ગુણવત્તાના વોઈસ કોલ્સ અને ઝડપી કોલ સેટઅપ ટાઈમ સાથે હાઈ સ્પીડ ડેટાના સમાંતર સેશન્સનો પણ આનંદ માણી શકશે. ગ્રાહકો એરટેલ VoLTE મારફત કોઈપણ મોબાઈલ, લેન્ડલાઈન નેટવર્ક પર કોલ કરી શકશે.
ઓપ્પો, વિવો, એપલ, સેમસંગ, વનપ્લસ, નોકિયા, શાઓમી, કાર્બન, લાવા એન પેનાસોનિક જેવી અગ્રણી બ્રાન્ડ્સના મોટાભાગના લોકપ્રિય સ્માર્ટફોન મોડેલ્સ હવે એરટેલની VoLTE સર્વિસને સપોર્ટ કરે છે.
યુઝર્સ iPhone X, iPhone 8 સિરિઝ, S8, S9 & S9+, J7 & J2 સહિત સેમસંગની સિરિઝ, વનપ્લસ ૬, ઉપરાંત શાઓમી રેડમી નોટ ૫, વિવો Y83, ઓપ્પો F3 અને ઓનર ૮, ૯ Lite અને ૧૦ જેવા દેશમાં સૌથી વધુ વેચાતા સ્માર્ટફોન્સ પર એરટેલ VoLTE દ્વારા ઓફર કરાતી હાઈ ડેફિનેશન વોઈસ ગુણવત્તા પર વાતચીત કરી શકશે.
એરટેલનું વ્યાપક ૪જી નેટવર્ક કવરેજ એરટેલ VoLTE પર અવિરત કનેક્ટિવિટી માટે સક્ષમ છે અને કોઈક સંજાગોમાં ૪જી નેટવર્ક ઉપલબ્ધ ન હોય તો ગ્રાહક હરહંમેશા કનેક્ટેડ રહે તે બાબતની ખાતરી કરવા માટે એરટેલ VoLTE કોલ આપમેળે ૩જી/૨જી પર કન્વર્ટ થઈ જાય છે.
લોકપ્રિય ડિવાઈસીસ હવે એરટેલ VoLTEને સપોર્ટ કરે છે અને ગ્રાહકો પાસે એરટેલ VoLTEની સેવાઓ માણવા માટે ૪જી સ્માર્ટફોન ખરીદ્યા બાદ ઓપરેટિંગ સોફ્ટવેર ડાઉનલોડ કરવાનો વિકલ્પ છે. આ સ્માર્ટફોન્સના વર્તમાન યુઝર્સ પણ સરળતાથી એરટેલ VoLTEની સેવાઓનો લાભ માણી શકે છે. આ માટે તેમણે કેટલાક નીચેના પગલાંને અનુસરવાનું રહેશેઃ
- www.airtel.in/volte પર લોગ-ઈન કરીને મોબાઈલ ડિવાઈસ કમ્પેટિબિલિટી ચકાસો
- મોબાઈલ ડિવાઈસીસનું ઓપરેટિંગ સોફ્ટવેર અપગ્રેડ કરો. તેનું લેટેસ્ટ વર્ઝન VoLTEને સપોર્ટ કરે છે. આ અપડેટ હેન્ડસેટ ઉત્પાદક દ્વારા પૂરું પાડવામાં આવે છે.
- , https://www.airtel.in/volte-switchપરની સૂચનાઓને અનુસરીને VoLTE સક્ષમ બનો.
ડ્યુઅલ-સીમ હેન્ડસેટ ધરાવતા ગ્રાહકોએ એ બાબતની ખાતરી કરવી પડશે કે એરટેલ ૪જી સીમ ડેટા સીમ સ્લોટ/સ્લોટ ૧માં રહે અને નેટવર્ક મોડ ૪જી/૩જી/૨જી (Auto) તરીકે સેટ કરવાનું રહેશે.