આગામી યુએસસીઆઇએસ વિઝા પ્રોસેસિંગ બેકલોગ સંબંધિત તાજેતરમાં થયેલી જાહેરાતને પગલે ભારતીય રોકાણકારો માટે યુએસ ઇબી-૫ વિઝા એપ્લીકેશન ઝડપથી સબમીટ કરવાની જરૂરિયાત સર્જાઇ છે. યુએસ વિઝા પ્રોસેસિંગમાં વિલંબની અસરને ટાળવા ઇચ્છતા રેડી-ટુ-ઇનવેસ્ટ ભારતીય નાગરિકો પાસે ટ્રેડપોઇન્ટ એટલાન્ટિક પ્રોજેક્ટ માટે ૧૦૦થી વધુ ઇનવેસ્ટમેન્ટ સ્લોટની તાત્કાલિક એક્સેસ છે.
યુનાઇટેડ સ્ટેટ્સ માટે ઇબી-૫ વિઝા સૌથી સરળ માર્ગ છે કારણકે તેમાં અરજદાર માટે લઘુત્તમ લાયકાત અથવા અન્ય પ્રકારની પૂર્વશરતોની જરૂર રહેતી નથી અને વિઝા યુએસસીઆઇએસ પ્રી-એપ્રુવ્ડ પ્રોજેક્ટમાં રોકાણના આધારે વિઝા પ્રાપ્ત કરવામાં આવે છે. વિઝાના અરજદારે નાણા કાનૂની રીતે ઉભા કર્યાં હોવાનું દર્શાવવાનું રહે છે, જેમાં લોન અથવા પ્રોપર્ટી મોર્ગેજનો પણ સમાવેશ થાય છે.
યુએસએ સરકાર દ્વારા વર્ષ ૧૯૯૦માં તૈયાર કરાયેલા ઇબી-૫ વિઝા ઇમિગ્રન્ટ ઇનવેસ્ટર પ્રોગ્રામનો ઉદ્દેશ્ય રોજગાર સર્જન અને વિદેશી રોકાણકારો દ્વારા મૂડીરોકાણને પ્રોત્સાહન આપીને અર્થતંત્રને મદદરૂપ બનવાનો હતો, જે અંતર્ગત રોકાણ દ્વારા યુએસના નાગરિકો માટે રોજગાર સર્જન શક્ય બને. વાર્ષિક ૧૦,૦૦૦ ઇબી-૫ ઇમિગ્રન્ટ વિઝા ઉપલબ્ધ હોય છે, જેમાં ભારતીય નાગરિકો માટે વાર્ષિક ૭૦૦ ઉપલબ્ધ છે.
ટ્રેડપોઇન્ટ એટલાન્ટિક (ટીપીએ) એ યુનાઇટેડ સ્ટેટ્સ ગવર્નમેન્ટ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (યુએસસીઆઇએસ) દ્વારા મંજૂરી પ્રાપ્ત લો-રિસ્ક રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે, જે ૩૧૦૦ એકર-વિસ્તારમાં ફેલાયેલો છે અને અગાઉ વિશ્વના સૌથી મોટા સ્ટીલ ઉત્પાદક સ્દ્યોરો પોઇન્ટનું સ્થળ હતું. તેને યુનાઇટેડ સ્ટેટ્સના પૂર્વ દરિયાકાંઢે ગ્લોબલ ડિસ્ટ્રિબ્યુશન હબ (શિપિંગ, ટ્રકિંગ, પોર્ટ અને રેલ) એટલે કે મોટા મલ્ટી-મોડલ તરીકે પુનઃવિકસાવાઇ રહ્યું છે. ટીપીએ પૂર્વ દરિયાકાંઠે વ્યૂહાત્મક સ્થળે આવેલું છે અને દેશનો સૌથી વધુ વસતી ધરાવતો પ્રદેશ છે.
ઉલ્લેખનીય છે કે ઇબી૫ એડવાઇઝર્સ દુબઇ સ્થિત ઇન્ટરનેશનલ ઇમિગ્રેશન એજન્ટ છે, જે બેંગ્લોરમાં પ્રાદેશિક કાર્યાલય ધરાવે છે અને તે ફાસ્ટ-ટ્રેક યુએસ વિઝા મેળવવા ઇચ્છતા રોકાણકારોને મદદરૂપ બને છે. ઇબી-૫ એડવાઇઝર્સ અમેરિકન રિયલ એસ્ટેટ ક્ષેત્રે નિપૂંણતા સાથે સ્થાનિક ઇમિગ્રેશન એજન્ટ્સનો સહયોગ ધરાવે છે કે જેમની ઉપર વિશ્વાસ કરી શકાય. ઇબી-૫ના ક્લાયન્ટ્સ વિશ્વના દરેક ખૂણે છે, જેમનો ઉદ્દેશ યુનાઇટેડ સ્ટેટ્સમાં ઉપલબ્ધ તકો હાંસલ કરવાનો છે.
ઇબી-૫ એડવાઇઝર્સ દ્વારા પૂરી પડાતી સેવાઓમાં લો-રિસ્ક પ્રોજેક્ટમાં રોકાણ, કાનૂની માર્ગદર્શન વગેરે સહિતની મહત્વપૂર્ણ બાબતોનો સમાવેશ થાય છે. હાલમાં ઇબી-૫ એડવાઇઝર્સ સૌથી ઓછી કન્સલ્ટેશન ફી ઓફર કરનારા પૈકીના એક છે.