લોસએન્જલસ : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડની આજે જાહેરાત કરવામાં આવી હતી. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. રોમાંચક અને રંગીન કાર્યક્રમમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. ધારણા પ્રમાણે જ ગ્રીન બુકે બેસ્ટ ફિલ્મ માટેનો એવોર્ડ જીતી લીધો હતો. શ્રેષ્ઠ અભિનેતા માટેનો ઓસ્કાર એવોર્ડ રામી માલેકે જીત્યો હતો. જ્યારે શ્રેષ્ઠ અભિનેત્રી માટેનો ઓસ્કાર એવોર્ડ ઓલિવિયા કોલમને જીતી લીધો હતો. હોલિવુડના સૌથી મોટા એવોર્ડ શો ઓસ્કારનુ આયોજન આજે સવારે કરવામાં આવ્યુ હતુ.
આને લઇને તમામ તૈયારી પહેલાથી જ કરવામાં આવી હતી. આ ૯૧માં કાર્યક્રમ રહ્યો હતો. ભવ્ય, રંગારંગ અને દિલધડક કાર્યક્રમ કેલિફોર્નિયાના ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો આ પ્રસંગે દુનિયાભરના ફિલ્મ જગતના લોકો હાજર રહ્યા હતા. આ ઉપરાંત ૨૨૫ દેશોમાં તેનુ પ્રસારણ કરવામાં આવ્યુ હતુ. ઓસ્કાર એવોર્ડ કાર્યક્રમને લઇને છેલ્લા કેટલાક દિવસથી તૈયારી ચાલી રહી હતી. હોલિવુડ અને દુનિયાની તમામ હસ્તીઓ કાર્યક્રમમાં પહોંચી હતી..
આ વખતે ઓસ્કારમાં કોણ બાજી મારી જશે તેની ચર્ચા હાલમાં જોવા મળી રહી હતી. ગયા વર્ષે ઓસ્કારમાં ધ શેપ ઓફ વોટરે બાજી મારી હતી. આ ફિલ્મે ઓસ્કાર માટે ૧૩ જુદા જુદા વર્ગમાં એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. જે પૈકી ચાર એવોર્ડ આ ફિલ્મે જીતી લીધા હતા. ઓસ્કાર પુરસ્કારના ઇતિહાસમાં આ પ્રથમ એવી ફિલ્મ છે જેને હજુ સુધી સૌથી વધારે નોમિનેશન મળ્યા હતા. તે પહેલા ઓ એબાઉટ , ટાઇટેમિનક અને લા લા લેન્ડને સૌથી વધારે નોમિનેશન મળ્યા હતા. ગયા વર્ષે ગિયેરમો દેલ તોરોને ધ શેપ ઓફ વોટર માટે શ્રેષ્ઠ નિર્દેશક માટેનો એવોર્ડ જીતી લીધો હતો.ધારણા પ્રમાણે જ કેટલાક એવોર્ડ જાહેર કરવામાં આવ્યા હતા. આ વખતે સૌથી રોમાંચક બાબત એ રહી હતી કે કોઇ હોસ્ટ તરીક ન હતા.
આ વખતે શ્રેષ્ઠ નિર્દેશક માટેનો એવોર્ડ રોમા ફિલ્મના ડિરેક્ટર અલફોન્સો ક્યુરોને જીતી લીધો હતો. બેસ્ટ એનિમેટટેડ ફિલ્મનો એવોર્ડ બાઓ દ્વારા જીતી લેવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે આ વખતે વર્ષના એકેડમી એવોર્ડમાં હોલિવુડ ફિલ્મ રોમાને સૌથી વધારે ૧૦ કેટેગરીમાં નોમિનેશન મળ્યા બાદ એમ માનવામાં આવી રહ્યુ હતુ કે આ ફિલ્મ મોટા ભાગના એવોર્ડ જીતીને જોરદાર સપાટો બોલાવી દેશે પરંતુ આ બાબત ખોટી સાબિત થઇ હતી. આ ફિલ્મને ઓસ્કારના ઇતિહાસમાં સૌથી વધારે કેટેગરીમાં નોમિનેશન મેળવનાર ફિલ્મ તરીકે ગણવામાં આવતી હતી. આ ફિલ્મ સપાટો બોલાવશે તેમ તમામ લોકો માની રહ્યા હતા. વિશ્વના સૌથી મોટા એવોર્ડ કાર્યક્રમમાં દુનિયાના ટોપના કલાકારો હાજર રહ્યા હતા.
પ્રિયંકા ચોંપડા અને નિક જોનસે પણ આની તૈયારી પહેલાથી જ કરી હતી. બેસ્ટ ઓરિજનલ સોન્ગ માટેનો ઓસ્કાર આ વખતે શેલોને મળ્યો હતો. કોસ્ચ્યુમ માટેનો આવોર્ડ રૂથ કાર્ટરને મળ્યો હતો. ટુંકા વિષય પર આધારિત ફિલ્મને પણ એવોર્ડ મળ્યો હતો. દુનિયાના મોટા ભાગના દેશોમાં આનુ પ્રસારણ કરવામાં આવ્યુ હતુ. તમામ મોટા સ્ટારે કાર્યક્રમમાં ટીવી પર કાર્યક્રમને જોઇ રહેલા લોકોનુ ધ્યાન ખેંચ્યુ હતુ. જુદા જુદા મેક અપમાં ટોપ સ્ટાર ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે કેટલીક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથે સાથે કેટલાક નવા પ્રયોગ પણ પ્રથમ વખત કરવામાં આવ્યા હતા. જેના કારણે ચાહકોને આશ્ચર્ય પણ થયુ હતુ.