“રોટરી ડીસ્ટ્રીક્ટ” દ્વારા રોટરીના નવા મેમ્બર્સ માટે મહાનુભાવોની ઉપસ્થિતિમાં “ઓરિએન્ટ સેમીનાર”નું અદભુત આયોજન સફળ રીતે કરાયું હતું.
અહીં આવેલા જુદા જુદા તમામ સ્પીકર્સે રોટરીની હિસ્ટ્રી એન્ડ અચિવમેન્ટ, સર્વિસ માટેની તક, રોટરીના ઇન્ટરનેશનલ પ્રોગ્રામ, રોટરી ફાઉન્ડેશન પ્રોગ્રામ અને ગ્લોબલ પ્લેટફોર્મ ફોર નેટવર્કિંગ પર પણ ખૂબ જ ઉમદા પ્રકારની વાત કહી હતી.
રોટરી ક્ષેત્રના અનુભવો અને કામોને ઉજાગર કરવા તેમજ રોટરી દ્વારા થતા સેવાકીય અને સમાજ ઉપયોગી કાર્યોની શીખ જુદા જુદા સ્પીકર્સ દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત આ ક્ષેત્રે કેવી રીતે સફળ થવું અને કામને કયા પ્રકારની શૈલીથી આગળ ધપાવવું તેની પણ પ્રેરણા આપવામાં આવી હતી. અહીં ઉપસ્થિત રહેલા એવા સ્પીકર્સ હતા કે જેઓ રોટરી સાથે જોડાઇને કામ કરતા રહ્યા છે. જેમના અનુભવનો નિચોડ સારાંશ રૂપે નવા મેમ્બરર્સને મળ્યો હતો. રોટરી ડીસ્ટ્રીક્ટની પરંપરાગત કાર્યશૈલીને કેમ અગાળ લઈ જવી તેની ઉમદા સમજ નવા મેમ્બર્સે આ સેમીનાર થકી મેળવી હતી.
સ્પીકર્સ તરીકે જાણીતા એવા ચીફ ગેસ્ટ શ્રી ડૉ. બલવંત ચિરાના, ડીસ્ટ્રીક્ટ ગવર્નર માય રોટરી જર્ની તથા શ્રી મેહુલ રાઠોડ, ડીસ્ટ્રીક્ટ ગવર્નર ઇલેક્ટ પ્રાઉડ ટુ બી રોટેરિયન અવર હિસ્ટ્રી એન્ડ અચિવમેન્ટ તથા શ્રી લલિત શર્મા પાસ્ટ ડીસ્ટ્રીક્ટ ગવર્નર ડુઇંગ ગૂડ ઈન વર્લ્ડ ધ રોટરી ફાઉન્ડેશન તથા શ્રી મૌલિન પટેલ પાસ્ટ ડીસ્ટ્રીક્ટ ગવર્નર, ધ લોકલ એન્ડ ગ્લોબલ ઇમ્પેકટ રોટરી 7 એરિયાઝ ઓફ ફોકસ તથા શ્રી ભાનુ ગુપ્તા
ડીસ્ટ્રીક્ટ રોટરેક્ટ કમિટી ચેર, રોટરી ઇન્ટર નેશનલ પ્રોગ્રામ બેનિફિટસ ફોર ઓલ તથા શ્રી ધર્મેન્દ્ર જોષી, ઇન્ટરનેશનલ યુથ એક્સચેન્જ ચેર, હાઉ એન્ડ વાય ટુ બી એન એક્ટિવ મેમ્બર, સહિતના મહાનુભાવોએ તેમના અનુભવ અને વિષય આધારે મહત્વની વાત કહી હતી.
આ કાર્યક્રમને રોટરી ક્લબ અમદાવાદ વેસ્ટ દ્વારા ખૂબ જ સારી રીતે હોસ્ટ કરાયો હતો.