અમદાવાદના કે કે નગર રોડ પર આવેલી એમ બી પટેલ જ્ઞાનજ્યોત હાઈસ્કૂલના અસ્તિત્વ પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. વર્ષ 1973 માં ભગુભાઈ પટેલે એમ બી પટેલ હાઈસ્કૂલ શરૂ કરી હતી.ઘાટલોડીયા વિસ્તારની અગ્રગણ્ય ગણાતી એમ બી પટેલ જ્ઞાનજ્યોત હાઈસ્કૂલમાં અભ્યાસ કરી ચુકેલા હજારો વિધ્યાર્થી-વિધ્યાર્થીનીઓ આજે ઉધ્યોપતિ, નામાંકિત વેપારી, ઉચ્ચ સરકારી અધિકારીઓ તરીકે સેવા આપી રહ્યા છે. કમનસીબે ભગુભાઈ પટેલ અને તેમના પુત્ર મહેશ પટેલ હયાત નથી. સમગ્ર કાર્યક્રમનું આયોજન શૈલેષ પટેલ, પ્રણવ રાવલ, હાર્દિક પટેલ, મેહુલ પટેલ, મનિષ પટેલ અને પથિક ખમાર ધ્વારા કરાયું હતું.પૂર્વ વિદ્યાર્થીઓ ધ્વારા અશ્રુભીની વિદાય આપવા અને યાદોને જીવંત રાખવા પૂર્વ વિધ્યાર્થીનો સ્નેહ મિલન કાર્યક્રમ સ્કૂલના કંપાઉન્ડમાં યોજાયો હતો.
