અમદાવાદ : સ્પાઇન ફાઉન્ડેશનની સ્થાપના ડૉ. શેખર ભોજરાજ દ્વારા 1998 માં કરવામાં આવી હતી. તેમના ક્ષેત્રમાં અગ્રણી, ડૉ. ભોજરાજ દેશના પ્રથમ વિશિષ્ટ સમર્પિત સ્પાઇન સર્જન છે, જે 1988માં બોમ્બેની કેઈએમ હોસ્પિટલમાં દેશના પ્રથમ સ્પાઇન સર્જરી વિશેષતા યુનિટની સ્થાપના માટે જવાબદાર છે. સ્પાઇન ફાઉન્ડેશન ટીમમાં મુંબઈ, પુણે, કોલ્હાપુર અને ભારતના અન્ય ઘણા શહેરોના કેટલાક ટોચના વરિષ્ઠ સ્પાઇન સર્જનોનો સમાવેશ થાય છે. સ્પાઇન ફાઉન્ડેશનની છત્રછાયા હેઠળ, આ ડોકટરો ગરીબોને ફ્રી સારવાર અને સર્જરી આપે છે. આર્થિક રીતે વંચિત લોકો માટે ખાસ કરીને સ્પેઇન ફાઉન્ડેશ દ્વારા “આર્ટ એક્ઝિબિશન”નું આયોજન કરવામાં આવ્યું હતું. 24 અને 25 ફેબ્રુઆરી, 2024 દરમિયાન યોજાયેલ આ એક્ઝિબિશનમાં ડૉ. શેખર ભોજરાજ, ડૉ. તારક પટેલ, ડૉ. તેજસ્વી અગ્રવાલ, ડૉ. ભરત સરકાર અને ડૉ. પ્રિયાંક પટેલ વગેરે પ્રખ્યાત સ્પાઇન સર્જનની આર્ટ કલા પ્રદર્શિત થઈ હતી. આ એક્ઝિબિશનમાં 100 જેટલા ફોટોગ્રાફ્સ અને પેઈન્ટિંગ્સ પ્રદર્શિત થયા હતા. આ એક્ઝિબિશનના કારણે આશરે રૂ. 50 લાખનું ફંડ એકત્રિત કરવાની આશા ફાઉન્ડેશન દ્વારા સેવાઈ રહી છે.

સ્પાઈન ફાઉન્ડેશન દ્વારા ભારતમાં 6ઠ્ઠી વાર અને અમદાવાદમાં પ્રથમવાર આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરાયુ હતું. અગાઉના એક્ઝિબિશનથી 1.5 કરોડનું ફંડ એકત્રિત થયેલું છે. અમદાવાદ ખાતેનું આર્ટ એક્ઝિબિશન ધ સ્પાઇન ફાઉન્ડેશન માટે ભંડોળ ઊભું કરનાર સાબિત થશે. જો કોઈ વ્યક્તિ 5000 રૂપિયાનું દાન કરો છે, તો તેમને ડૉ. શેખર ભોજરાજની આર્ટ બુકની એક કોપી ભેટમાં આપવામાં આવશે. જો કોઈ વ્યક્તિ 25,000 રૂપિયાનું દાન કરે છે છો તો તેઓ આ એક્ઝિબિશનમાં પ્રદર્શિત આર્ટવર્કમાંથી કોઈ આર્ટ પસંદ કરી શકે છે. તેમના દાનનો 100% સીધો દર્દી કલ્યાણ માટે ઉપયોગ કરવામાં આવશે. સ્પાઇન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી રહેલા કાર્યને પ્રોત્સાહન આપવા માટે કોઈપણ રકમનું દાન કરી શકાય છે જે સમાજ ઝાલ્યાં માટે છે. સ્પાઇન ફાઉન્ડેશનને તમામ દાન માટે IT એક્ટ, 1961ની કલમ 80G હેઠળ 50% કરમુક્તિ છે.


સ્પાઇન ફાઉન્ડેશન ગઢચિરોલી, કોલ્હાપુર, નંદુરબાર, દેહરાદૂન, સિટિલિંગી, અકોલા, અંબાજોગાઈ, રત્નાગીરી, ધુલે, ઔરંગાબાદ, ધરમપુર, રાંચી અને ગોવામાં 13 RSCCનું સંચાલન કરે છે. અત્યાર સુધીમાં, TSF એ 60,000 થી વધુ દર્દીઓની સારવાર કરી છે અને સમગ્ર ભારતમાં 1800 થી વધુ સર્જરીઓ કરી છે.