અમદાવાદઃ ભારતમાં સ્કીઈંગ વિશે માત્ર 3 ટકા લોકો જાણે છે. વિન્ટર સ્પોર્ટ્સ અંગેની જાગૃતિ કેળવવાની તાતી જરૂર છે. ગુલમર્ગ વિશ્વભરમાં સ્નો સ્પોર્ટસ માટે ત્રીજા સૌથી શ્રેષ્ઠ સ્થળ તરીકે જાણીતું છે અને તે એશિયાનું સૌથી ઊંચુ સ્કી લિફ્ટ પણ છે. આ અંગેની જાગૃતિ ફેલાવવા માટે અને ભારતીય સાહસપ્રેમીઓને ગુલમર્ગમાં વિન્ટર સ્પોર્ટ્સ માટે લાવવા માટે સંસ્થા દ્વારા વિવિધ કોર્સિસ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
ગુલમર્ગ સ્કી એકેડમીના સીઈઓ મારિયા સેમ્યુઅલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું, ‘ગુલમર્ગમાં સ્કી એકેડમી શરૂ કરવા પાછળનું મુખ્ય કારણ ભારતમાં સ્કીઈંગ અને સ્નોબોર્ડિંગ જેવા વિન્ટર સ્પોર્ટ્સને પુનઃ રજૂ કરી શકાય એ માટેનું છે અને આ સાથે મુલાકાતીઓને આનંદ અને લીઝર એક્ટિવિટીઝની પણ તક મળી રહેશે. અમારી અનુભવી કોચિંગ ટીમ અને મધ્ય કાશ્મીર યુનિવર્સિટી કે જે અમારી પાર્ટનર છે, તેની સાથે અમે સ્કીઈંગ અને સ્નોબોર્ડિંગ માટે શૈક્ષણિક રીતે મજબૂત અભ્યાસક્રમ સાથે આવ્યા છીએ.’
ગુલમર્ગ સ્કી એકેડમી શાળાઓ, કોર્પોરેટ્સને તેમના અભ્યાસક્રમ અને ઓફસાઈટ ડેસ્ટિનેશન્સમાં વિવિધતા લાવવા માટે ઓફર કરે છે.
ગુલમર્ગ સ્કી એકેડમી દ્વારા અન્ય એક લોકપ્રિય ઓફરિંગ સ્નોગા છે. આ બરફ પર યોગ કરવાની ક્રિયા છે. આ એક અલગ જ એવા પ્રકારનો યાદગાર અનુભવ છે. સુરક્ષાના મામલે આર્મી તેમજ સરકારનો પુરતો સહયોગ પણ પ્રાપ્ત થયેલો છે.
જેએન્ડકે ટુરિઝમના ડિરેક્ટરે સુરક્ષા અંગે વાતચીત કરી હતી અને તેમણે ખાતરી આપી હતી કે સુરક્ષાના મામલે પ્રવાસીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તેમણે કહ્યું હતું, ‘વિન્ટર સ્પોર્ટ્સ માટે આવતા મહેમાનોએ સુરક્ષાના મામલે ચિંતિત થવાની જરૂર નથી. અમે ગુલમર્ગ સ્કી એકેડમી સાથે છીએ અને તમામ પ્રવાસીઓ સુરક્ષિત રહે અને આનંદપ્રદ અનુભવ મેળવે એ સુનિશ્ચિત કરીશું. ગુલમર્ગમાં અનોખા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અમે ઈચ્છીએ છીએ કે વધુ ભારતીયો અને વિદેશી પ્રવાસીઓ ગુલમર્ગનો એક સાહસિક ડેસ્ટીનેશન તરીકે અનુભવ કરે. અમે આ ઉપરાંત ગુલમર્ગ સ્કી એકેડમી સાથે મળીને રસપ્રદ કાર્યક્રમો પણ યોજીશું. રોમાંચક સમય માટે રાહ જોઈ રહ્યા છીએ.’
એકેડેમિક્સ અને સ્પોર્ટ્સ વચ્ચે યોગ્ય સંતુલન ભાગ્યે જ જોવા મળતું હોય છે.
મધ્ય કાશ્મીર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રો. મેહરાજુદ્દીન મીરે કહ્યું હતું, ‘ વિદ્યાર્થીઓ માટે મનાય છે કે એકેડેમિક્સ ઘણીવાર સ્પોર્ટ્સ માટે અવગણે છે. પરંતુ, જ્યારે યોગ્ય પ્રમાણમાં કોચિંગ સાથે એકેડેમિક્સને સામેલ કરવામાં આવે ત્યારે વ્યક્તિમાંથી શ્રેષ્ઠને બહાર લાવી શકાય છે. સીકેયુ આ જ વાત પર ધ્યાન આપે છે. અમે સ્કીઈંગ અને સ્નોબોર્ડિંગની સાહસમાં શૈક્ષણિક બાબતને સામેલ કરી રહ્યા છીએ.’
ગુલમર્ગ સ્કી એકેડમી એવા હેતુથી કામ કરી રહી છે કે દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકાય અને બાળકોમાં સ્કીઈંગને વધુ લોકપ્રિય રમત બનાવી શકાય. સરકાર અને મધ્ય કાશ્મીર યુનિવર્સિટીના સહયોગથી અનોખી ઉત્તમ તાલીમ આપી શકાશે. તેઓ તેમના ઈચ્છિત લક્ષ્યો માટેનો નિર્ધાર ધરાવે છે.