ભાવનગર ખાતે વર્ડ્સ ઓફ હાર્ટ જૂથ ખાતે ઓપન માઇક કાર્યક્રમ યોજાયો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

શનિવાર સાંજે ભાવનગર શહેરમાં વર્ડ્સ ઓફ હાર્ટ નામના જૂથ દ્વારા આયોજિત ઓપન માઇક કાર્યક્રમમાં કળા, માઇમ, સ્ટેન્ડઅપ્સવગેરે કલા, કુશળતા અને સાહિત્ય આધારિત પ્રવૃત્તિઓથી સરસ કાર્યક્રમ થયો હતો.

તેઓ ભાવનગરમાં ઘણા વર્ષોથી આવી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે જો કે આ પ્રસંગ તેની પ્રકારની પહેલી ઘટના હતી. ઘણા સહભાગી ઇવેન્ટ દરમિયાન સ્ટેજ પરથી તેમની કુશળતા અને પ્રતિભા બતાવે છે. પારૂલ ઠક્કર, તેજસ દાવડા, યોગિતા ઠક્કર “પલ”, દર્શન પાઠક, અક્ષિતા મકોડીયા , નિધિ ગોહિલ, પ્રતીક ભરાડ જેવા વર્ડ્સ ઓફ હાર્ટ ટીમના સભ્યોએ કાર્યક્રમની સાંજ માટે શ્રેષ્ઠ અમલની ખાતરી કરવા ખૂબ જ મહેનત કરી હતી.

આ કાર્યક્રમમાં 6 વર્ષથી લઇ ને 63 વર્ષ સુધીના પ્રતિયોગીએ પોતાની કલાનો પરિચય આપ્યો હતો અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કાર્ય હતા. આ પ્રોગ્રામમાં ‘વર્ડ્સ ઓફ હાર્ટ’ની શરૂઆત કરનાર યોગીતા ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ ઇવેન્ટને Kavijagat.com અને igujju. Com જેવા એસોસિએટ પ્રાયોજકો તરીકે પણ ટેકો આપવામાં આવ્યો હતો. કવિજગત અને iGujju.com ના પ્રતિનિધિ તરિકે જાણીતા કવિઓ જીતુભાઇ વાઢેર અને રાણા બાવળીયાએ ટ્રોફી અને મોમેન્ટો સ્વીકાર્યા. અમરેલી સ્થિત કવિ ચિરાગ ભટ્ટે પણ આ પ્રસંગ તરફ તેમની શુભેચ્છાઓ પાઠવી હતી.

Share This Article