OnePlus એ લૉન્ચ કર્યો નવો OnePlus Nord CE4 Lite 5G

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ભારત : ગ્લોબલ ટેક્નોલોજી બ્રાન્ડ, વનપ્લસે આજે અધિકૃત રીતે ભારતમાં નવું વનપ્લસ નોર્ડ CE4 લાઈટ 5G લોન્ચ કર્યું છે. 5,500mAh ઉચ્ચ-ક્ષમતા ધરાવતી બેટરી, 80W સુપરવોક ફાસ્ટ ચાર્જિંગ, 120Hz સુપર-બ્રાઇટ 2,100 nits અમોલેડ ડિસ્પ્લે, એક્વા ટચ અને OIS સાથેનો સોની LYTIA 600 કેમેરા ધરાવતો વનપ્લસ નોર્ડ CE4 લાઈટ 5G એ અધભુત, કાયમી અને અદ્ભૂત અનુભવ પ્રદાન કરે છે જે તમામ અપેક્ષાઓ કરતાં વધી જાય છે.

Launch KV

વનપ્લસના પ્રેસિડેન્ટ અને સીઓઓ કિન્ડર લિયુએ જણાવ્યું હતું કે, “અમને નવું વનપ્લસ નોર્ડ CE4 લાઈટ 5Gને લોન્ચ કરીને આનંદ થઇ રહ્યો છીએ — એક એવો ફોન કે જેમાં ઓછી કિંમતે અમારા તમામ ફોનમાં આવતી મુખ્ય ફ્લેગશિપ વિશિષ્ટતાઓ અને તકનીકોનો સમાવેશ થાય છે. “વનપ્લસ સ્માર્ટફોન યુઝર એક્સપિરિયન્સ વાસ્તવિક સુધારાઓ કરવા માટે તેના યુઝર્સની સમસ્યાઓ ઉકેલવા માટે સમર્પિત છે. લાંબા સમય સુધી ચાલતી બેટરી લાઇફ, અસાધારણ ફાસ્ટ ચાર્જિંગ, મનમોહક ડિસ્પ્લે અને ફોટોગ્રાફીની ઉત્કૃષ્ટ ક્ષમતાઓ સાથે, વનપ્લસ નોર્ડ CE4 લાઈટ 5G યુઝર્સને વનપ્લસનું આઇકોનિક, અદ્ભૂત અને લાંબા સમય સુધી ચાલતો અનુભવ, ઓછી કિંમતે પ્રદાન કરે છે.”

Share This Article