વનપ્લસ દ્વારા બુધવારે લંડનમાં આયોજિત એક ઈવેન્ટમાં OnePlus 6 લોન્ચ કર્યો છે. ઉપરાંત ગુરુવારે ભારત અને ચીનમાં પણ તેની લોન્ચ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વનપ્લસ 6 એ માર્કેટ ટ્રેન્ડને અપનાવતા નવા ફ્લેગશિપ ફોનમાં નોચ આપી છે, જેમાં ફ્રંટ કેમેરા, ઈયરપીસ અને પ્રોક્સિમિટી સેન્સર આપ્યા છે. આ બેજલ-લેસ ડિસ્પ્લેવાળો ફોન છે.
વનપ્લસ 6 ના 6GB રેમ/64GB સ્ટોરેજ વેરિયન્ટની અમેરિકામાં કિંમત 529 ડોલર (35,800) છે, જ્યારે 8GB રેમ/128GB સ્ટોરેજને 579 ડોલર (લગભગ39,200 રૂપિયા)માં ઉપલબ્ધ કરાવાશે. તો 8જીબી રેમ અને 256જીબી સ્ટોરેજ વેરિયન્ટ 629 ડોલર (લગભગ42,900 રૂપિયા)માં મળશે. સ્માર્ટ ફોન મિડનાઈટ બ્લેક, મિરર બ્લેક અને સિલ્ક વાઈટ લિમિટેડ એડિશનમાં લોન્ચ કરાયો છે. 22મી મેએ થનારા પહેલા સેલમાં પહેલા બે કલર વેરિયન્ટ મળશે. 21મી મેએ પોપ-સ્ટોરમાં ફોન ઉપલબ્ધ કરાવાશે. સિલ્કવાઈટ લિમિટેડ એડિશન5 જૂનથી ઉપલબ્ધ કરાવાશે.
વનપ્લસ 6 ને ભારતમાં 21 મેએ અમેઝોન પ્રાઈમ કસ્ટમર માટે અર્લી એક્સેસ સેલ અંતર્ગત ઉપલબ્ધ કરાવાશે. વનપ્લસ 6 માં 6.28 ઈંચની ફુલ એચડી+ (1080×2280 પિક્સલ) ફુલ ઓપ્ટિક એમોલેડ ડિસ્પલે છે જે 19:9ના આસ્પેક્ટ રેશિયો સાથે આવે છે. સુરક્ષા માટે ગોરિલ્લા ગ્લાસ 5 છે. ફોનમાં 2.8 ગીગાહર્ટ્ઝ ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર, 6જીબી અને 8 જીબી રેમનો ઓપ્શન આપેલો છે. ગ્રાફિક્સ માટે એડ્રેનો 630 જીપીયૂ છે. ફોનમાં સ્ટોરેજ માટે 64જીબી, 128 જીબી અને 256 જીબી સ્ટોરેજ ઓપ્શન મળશે. સ્ટોરેજને માઈક્રો એસડી કાર્ડ દ્વારા વધારી શકો છો. કંપનીએ ફોનમાં એક નવો ગેમિંગ મોડ આપ્યો છે. સ્માર્ટફોન એન્ડ્રોઈડ 8.1 ઓરિયો આધારિત ઓક્સિજન ઓએસ 5.1 પર રન કરે છે. વનપ્લસ 6 માં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે16 મેગાપિક્લસસોની આઈમએમએક્સ 371 સેન્સર છે જે અપાર્ચર f/2.0 અને ઈઆઈએસ સાથે આવે છે.
ફ્રંટ કેમેરામાં એકઈન-ડિવાઈસ વીડિયો એડિટર છે. ફ્રંટ કેમેરા પણ પોટ્રેટ મોડને સપોર્ટ કરે છે. ફોનના રિયર પેનલ પર એક ફિંગર પ્રિન્ટ સેન્સર આપેલું છે જેનાથી 0.2 સેકન્ડમાં ફોન અનલોક થવાનો દાવો કરાયો છે. વનપ્લસ 6માં 3300 mAh બેટરી છે જે કંપનીની ડેશ ચાર્જિગ ટેકનોલોજી સપોર્ટ કરે છે. સ્માર્ટ ફોનનું ડાઈમેન્શન 155.7×75.4×7.75 મિલીમીટર છે અને વજન 177 ગ્રામ છે. વનપ્લસ 6 ડેલી વોટર રેસિસ્ટેન્સ છે એટલે કે ધૂળના કણોથી પણ તેને કોઈ નુકસાન નહીં થાય.