રાજકોટના સોના-ચાંદીના દાગીના દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.
તેમાંય સોના બજાર એટલે સોના-ચાંદીનું હબ માનવામાં આવે છે. પેલેસ રોડ પર આવેલી સોની બજારમાં સવારથી જ લોકોની ભીડ જાેવા મળી રહી છે. સોના-ચાંદીના દાગીનાના શો-રૂમમાં રાજકોટીયનો ઉમટી પડ્યા છે. આજના દિવસે રાજકોટમાં જ કરોડો રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ખરીદી લોકો દ્વારા કરવામાં આવશે.
સવારથી જ ખરીદી નીકળતા સોના-ચાંદીના વેપારીઓમાં પણ ખુશીની લાગણી જાેવા મળી રહી છે. અક્ષય તૃતિયાનો શુભ દિવસ છે. જે લોકો વિચારતા હોય કે, શુભ મૂહૂર્તમાં જ સાના-ચાંદીના દાગીનાની ખરીદી કરવી જાેઇએ તેઓ માટે આખો દિવસ વણજાેયું મુહૂર્ત છે. લગ્ન માટે પણ આજે સારું મુહૂર્ત છે.
ઘરમાં લક્ષ્મીજીનો વાસ કરાવવા માટે આપણે સોનાની ખરીદી કરતા હોઇએ છીએ. આથી હું આજે સોનુ ખરીદવા આવી છું.આજે અક્ષય તૃતિયાનો શુભ પર્વ છે. કોઈ પણ મુહૂર્ત જાેયા વગર સોનુ-ચાંદી ખરીદવાનો દિવસ છે. આજના દિવસે સોનુ-ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે.
ત્યારે રાજકોટમાં પણ લોકો સોના-ચાંદીના દાગીના ખરીદવા જ્વેલર્સમાં ઉમટી પડ્યા છે. સવારથી જ રાજકોટિયનો સોનુ-ચાંદી ખરીદી રહ્યા છે. રાજકોટમાં આજે સોનાના એક તોલાનો ભાવ ૪૯,૦૦૦ છે. આથી લોકો સોના-ચાંદીની ધૂમ ખરીદી કરી રહ્યા છે.
હાલ લગ્નની સીઝન પણ ચાલી રહી હોવાથી લોકો આજના દિવસે સોના-ચાંદીના દાગીના ખરીદી રહ્યા છે.