આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરફ દોરી જઇને ઓલે ઇન્ડિયા મજબૂત ભારતીય મહિલાઓ જેઓએ સાહસિક વિકલ્પો પસંદ કર્યા છે, માપદંડોને પરિભાષિત કર્યા છે અને તેમના સપનાઓને અનુસર્યા છે તેઓની કહાણીઓને પ્રદર્શિત કરતા તેના તાજેતરના અભિયાનની રજૂઆત કરે છે. ભારતમાં, મહિલાઓ માટે સફળતાની યાત્રાને માપદંડો અને ટીકાઓ દ્વારા જોવામાં આવે છે, જે તેઓની પ્રતિભા, યોગ્યતા, દેખાવ અને ક્ષમતાઓ સામે સવાલ કરે છે. પરંતુ, એવી કેટલીક મહિલાઓ પણ છે જેઓએ પડકાર ઉઠાવ્યો છે અને સુનિશ્ચિત કર્યું છે કે તેઓનો અવાજ સંભળાઇ રહ્યો છે. ઓલે એક એવી બ્રાન્ડ બનવા ઇચ્છે છે જે નિર્ભય મહિલાઓની ભાવનાઓને ઉજવણી કરતી હોય, જેઓએ પરત ફરવાનો અસ્વિકાર કર્યો છે. આ અભિયાનનો સંદેશ ઓલેના મિશનને અનુરૂપ છે, જે મહિલાઓની ત્વચામાં સતત સુધારો કરે છે અને તેઓને નિર્ભય રહેવા તથા તેઓ જેમાં માને છે તેના માટે ઉભા રહેવા માટે પ્રોત્સાહિત કરે છે, કારણ કે જો એક મહિલા આત્મવિશ્વાસ ધરાવે છે, તો તે કોઇપણ પડકાર (#FaceAnything) ઝીલી શકે છે.
આરૂષિ શેઠી, બ્રાંડ મેનેજર, સ્કિન એન્ડ પર્સનલ કેર, ઇન્ડિયા એન્ડ ગલ્ફ આ અભિયાન પાછળ રહેલા વિચારને રજૂ કરતા જણાવે છે, “એક બ્રાન્ડ તરીકે ઓલે હંમેશા એક મહિલાના આત્મવિશ્વાસનું પ્રેરક રહી છે. આ અભિયાન દ્વારા અમે મહિલાઓની પ્રખરતા અને નિર્ભય જુસ્સાને ઉજવી રહ્યાં છીએ, જેઓએ માપદંડોની સાંકળને તોડવા માટે ખૂબ જ મહેનત કરી છે – ભલે પછી તે તેમના દેખાવને લઇને હોય, કારકિર્દીની પસંદગીને લઇને હોય કે પછી પોતાના માટે લીધેલા નિર્ણયોને લઇને હોય. ઓલે મહિલા હંમેશાથી નિર્ભય રહી છે, પરંતુ હવે તેઓના આત્મવિશ્વાસની ઉજવણી કરવાનો સમય આવી ગયો છે, જેથી તેણી કોઇપણ પડકાર માટે તૈયાર રહે, જેને વિશ્વ તેની સામે પડકાર આપે છે.”
આ અભિયાન પાછળ રહેલો સર્જનાત્મક વિચાર પર ભાર મૂકતા અનિલ નાયર, સીઈઓ અને મેનેજિંગ પાર્ટનર, સાચી એન્ડ સાચીએ જણાવ્યું, “ઓલેના નિર્ભય સ્વભાવને જાળવી રાખતા પોતાના પથ પર અવિશ્વસનીય અને બિનપરંપારગત બન્ને પ્રકારની મહિલાઓના વિવિધ જૂથ આપણા માટે ઉભા હતા – ડિઝાઇનર મસબા ગુપ્તા, અભિનેત્રી કુબરા સૈત, બાઇકર પ્રિયંકા કોચર, પ્લસ-સાઇઝ મૉડલ પાયલ સોની અને યુટ્યુબ સ્ટાર લિલી સિંઘ. આ મહિલાઓ સશક્તિકરણ, ભગીનીત્વ, બહાદુરી, નિર્ભયતા અને કોઇપણ પડકાર ઝીલનાર (#FaceAnything)ની અંતરિક શક્તિનું પ્રતિક છે.”
શારીરિક સકારાત્મકતા માટે એક રૉલ મૉડેલ અને પ્લસ સાઇઝ મૉડેલ પાયલ સોનીએ જણાવ્યું, “#ફેસએનીથિંગ મારા માટે વર્ષોથી એક મંત્ર રહ્યો છે. મારા જીવનકાળમાં મારા આકારને લઇને ટીકા થઇ રહી હતી અને અંતે મેં મારા આકારને લઇને હિંમત કેળવી. હવે, હું જે કંઇ પણ પહેરૂં છું તેને લઇને ખુશ છું અને અન્યોના અભિપ્રાય મારા માટે કોઇપણ રીતે અસરકર્તા નથી. હું દરેક મહિલા માટે આ ઇચ્છું છું. આ એક શક્તિશાળી વિચાર છે કે મહિલાઓ ચોક્કસથી વિશ્વાસુ હોવી જોઇએ અને કોઇપણ પડકારનો સામનો કરી શકે. આપણી પાસે પહેલાથી જ આપણી અંદર આ તેજ રહેલું છે, આપણે માત્ર તેને ચમકાવાની અને સપનાઓનો પીછો કરવાની જરૂર છે.”