ભારતની સૌથી મોટી એકીકૃત ટેલિકોમ કંપની ભારતી એરટેલ (એરટેલ)એ આજે જણાવ્યું હતું કે ઓપનસિગ્નલ દ્વારા જાહેર કરાયેલા નવા અહેવાલ મુજબ એરટેલનું મોબાઈલ નેટવર્ક ગુજરાતમાં સુરત, રાજકોટ અને વડોદરામાં વપરાશકારને સ્માર્ટફોન પર ‘શ્રેષ્ઠ વીડિયો અનુભવ’ પૂરો પાડે છે.
ઓપનસિગ્નલના અહેવાલ મુજબ એરટેલે સમગ્ર ભારતના ધોરણે વીડિયો અનુભવ માટે સૌથી વધુ અંક મેળવ્યા હતા. અહેવાલમાં જણાવાયું હતું કે ભારતના શહેરોમાં વીડિયો અનુભવની વાત આવે ત્યારે ‘એરટેલ બાજી મારી જાય છે.’
ઓપનસિગ્નલ એક સ્વતંત્ર વૈશ્વિક સ્તરે પ્રખ્યાત મોબાઈલ એનાલીટિક્સ અને ઈનસાઈટ્સ કંપની છે. તેના તારણો સમગ્ર ભારતમાં લાખો સ્માર્ટફોન્સમાંથી લેવાયેલા ડેટાના વિશ્લેષણ પર આધારિત હોય છે.
આ અહેવાલમાં જણાવાયું છે કે ગુજરાતમાં એરટેલના મોબાઈલ યુઝર્સે સૌથી ઝડપી ડાઉનલોડ સ્પીડ, વીડિયો બનાવવા અને સ્માર્ટફોન્સ પર અવિરત ઓનલાઈનનો અનુભવ કર્યો હતો.
ભારતી એરટેલના ગુજરાતના સીઓઓ નવનીત શર્માએ જણાવ્યું હતું કે, ‘સ્માર્ટફોન આપણા જીવનમાં પસંદગીની સ્ક્રીન બની છે અને ગ્રાહકો માટે વીડિયો કન્ટેન્ટનું સૌથી લોકપ્રિય સ્વરૂપ બની ગયું છે. ભારતના અગ્રણી સ્માર્ટફોન નેટવર્ક તરીકે એરટેલને ડિજિટલ ઈન્ડિયા માટે ઊભા કરાયેલા તેના નેટવર્કની સર્વોત્કૃષ્ટ ગુણવત્તા માટે વધુ એક માન્યતા મળતાં અમે ગર્વ અનુભવીએ છીએ. અમે ગુજરાતમાં અમારા નેટવર્કને વધુ ઉત્કૃષ્ટ બનાવવા માટે નવી ટેક્નોલોજીમાં રોકાણ ચાલુ રાખીશું અને ગ્રાહકોને એરટેલ 4જી પર શ્રેષ્ઠ વીડિયો અનુભવ માણવા માટે આમંત્રણ આપીશું.’
તેના નેટવર્ક ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામ પ્રોજેક્ટ લીપના ભાગરૂપે એરટેલે ગુજરાતમાં ભાવી માટે તૈયાર નેટવર્ક ઊભું કરવા માટે નોંધપાત્ર રોકાણ કરવાનું શરૂ કર્યું છે. કંપનીએ તેના ગ્રાહકોને અવિરત અને શ્રેષ્ઠ મોબાઈલ બ્રોડબેન્ડ અનુભવ પૂરો પાડવા માટે અત્યાધુનિક નેટવર્ક ટેક્નોલોજી અને સોફ્ટવેર સોલ્યુશન્સ વિકસાવ્યા છે.