તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે બ્લડપ્રેશર અને ડાયાબિટીસ થવા માટેના મુખ્ય કારણોમાં સ્થૂળતા સૌથી મુખ્ય કારણ છે. દેશમાં પાંચ પૈકી એક વ્યક્તિ ડાયાબિટીસ અને હાઈપરટેન્શનથી પરેશાન છે તેવા અહેવાલ બાદ આ અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે બ્લડપ્રેશર અને ડાયાબિટીસ થવા માટે મુખ્ય કારણ સ્થૂળતા છે. સ્થૂળતા જ આ મુખ્ય બિમારીઓને આમંત્રણ આપે છે. સાઈટના અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે લોકો નિયમિતપણે તેમના સુગર અથવા તો બ્લડપ્રેશર ઉપર નજર રાખતા નથી.
અભ્યાસમાં સૂચન કરવામાં આવ્યું છે કે ત્રણ મહત્વપૂર્ણ પરિબળો છે જેના ટેસ્ટ નિયમિતગાળામાં થાય તે જરૂરી છે. આમા જણાવવામાં આવ્યું છે કે સુગર અને બ્લડપ્રેશર નિયમિતપણે ચકાસવામાં આવે તે જરૂરી છે. અભ્યાસમાં ખૂબ ઓછા લોકો આ ધારાધોરણ પાડી રહ્યા હોવાની બાબત જાણવા મળી છે.સ્થુળતા વધવાની શરૂઆત થવાની સાથે જ એકપછી એક લગતી બિમારી થવાની શરૂઆત થઇ જાય છે. સ્થુળતાને રોકવા માટે પણ સતત કસરત કરીને વજન અને બોડી નિયંત્રિત રાખવામાં આવે તે જરૂરી છે.