ગાંધીનગર: એનએસઈ આઈએફએસસી-એસજીએક્સ કનેક્ટને ઔપચારિક રીતે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા માનનીય કેન્દ્રીય નાણાં તેમજ કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ, ગુજરાતના માનનીયમુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, માનનીય કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી શ્રી પંકજ ચૌધરી, માનનીય કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ડૉ. ભગવત કિશનરાવ કરાડ, ગુજરાત સરકારના માનનીય નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈઅને આઈએફએસસીએના ચેરમેન શ્રી ઈન્જેટી શ્રીનિવાસની ઉપસ્થિતિમાંઆજે ગિફ્ટ સિટી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં લૉન્ચ કરવામાં આવ્યું.

એનએસઈના એમડી અને સીઈઓ શ્રી આશિષકુમાર ચૌહાણે જણાવ્યું,“આજે એનએસઈ આઇએફએસસી માટે ઐતિહાસિક દિવસ છે, કારણ કે એનએસઈ આઇએફએસસી-એસજીએક્સકનેક્ટની શરૂઆત થઈ છે. આ જોડાણ એનએસઈ આઇએફએસસી એક્સચેન્જમાં નિફ્ટી પ્રોડક્ટ્સ માટે લિક્વિડિટી પૂલને એકીકૃત કરશે અને ગિફ્ટસિટીમાં વૈશ્વિક બજારના સહભાગીઓ માટે પહોંચની સુવિધા પુરી પાડશે. પરિણામે, તે આઇએફએસસી મૂડી બજારોની ઇકો સિસ્ટમને પ્રોત્સાહન આપશે અને ગિફ્ટ સિટીને મૂડી બજારની પ્રવૃત્તિઓ માટે પસંદગીનું વૈશ્વિક સ્થળ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. કનેક્ટને વાસ્તવિકતા બનાવવા માટે એનએસઈઅને એસજીએક્સગ્રુપને માર્ગદર્શન અને સમર્થન આપવા બદલ હું ભારત સરકાર, આઇએફએસસીઓથોરિટી, ગિફ્ટ સિટી ઓથિરિટી, સેબી, આરબીઆઇઅને સિંગાપોરની સરકાર અને નિયમનકારી સત્તાધિકારીઓનો આભાર માનું છું.”
એસજીએક્સગ્રૂપના સીઈઓશ્રી લોહ બૂન ચેએ જણાવ્યું, “કનેક્ટનું રોલ આઉટ એ એસજીએક્સગ્રુપ અને એનએસઈમાટે મહત્વપૂર્ણ રીતે સીમાચિહ્નરૂપ છે અને તે નિફ્ટી પ્રોડક્ટ્સ માટે વધતી જતી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય લિક્વિડિટી પૂલના સંયોજનની નજીક એક પગલું આગળ લાવે છે.”
નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (એનએસઈ) અને સિંગાપોર એક્સચેન્જ (એસજીએક્સગ્રુપ)એ આજે જાહેરાત કરી હતી કેએનએસઈ આઇએફએસસી-એસજીએક્સકનેક્ટ લાઈવ છે અને વૈશ્વિક સંસ્થાઓ માટે નિફ્ટી ઈક્વિટી ડેરિવેટિવ્ઝને ટ્રેડ કરવા અને ક્લિયર કરવા માટે તૈયાર છે, જેભારતને વિશ્વના રોકાણકારો સાથે વધુ જોડવા તરફનું એક મોટું પગલું છે.
ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના અંદાજ સાથે, એનએસઈ આઇએફએસસી-એસજીએક્સકનેક્ટ આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે ભારતની વૃદ્ધિની ગાથામાં ભાગ લેવા માટે એક નવીન માર્ગ રજૂ કરે છે. ગિફ્ટસિટીમાં એસજીએક્સગ્રૂપના અનન્ય ટ્રેડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા, ભારત અને વિશ્વભરના રોકાણકારો હવે એનએસઈ આઇએફએસસીપર સૂચિબદ્ધ નિફ્ટી કોન્ટ્રાક્ટ્સના વૈશ્વિક જોખમ-વ્યવસ્થાપન અને ક્લિયરિંગ ધોરણો સાથે સહજ અને અસરકારક રીતે વેપાર કરી શકે છે. રોકાણકારો પાસે એનએસઈ આઇએફએસસીમાર્કેટ ડેટાનો વાસ્તવિક-સમયની પહોંચ પણ છે.
કનેક્ટ એસજીએક્સગ્રુપના ટ્રેડિંગ સભ્યોના ઓર્ડરને એનએસઈ આઇએફએસસીક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડ અને એસજીએક્સગ્રૂપના ડેરિવેટિવ્ઝ ક્લિયરિંગ દ્વારા કેન્દ્રીય કાઉન્ટરપાર્ટી તરીકે ક્લિયરિંગ અને સેટલમેન્ટ સાથે ટ્રેડિંગ અને એક્ઝિક્યુશન માટે એનએસઈ આઇએફએસસીતરફ મોકલવામાં સક્ષમ બનાવે છે.
નીચે જણાવ્યા મુજબ સભ્યોને આજે ઓનબોર્ડ કરવામાં આવશે અને બાકીના સભ્યોને આગામી મહિનાઓમાં ક્રમશઃ ઓનબોર્ડ કરવામાં આવશે.
- ડ્યુશ બેંક એજી
- મોર્ગન સ્ટેનલી એશિયા (સિંગાપોર) સિક્યોરિટીઝ પીટીઇ.લિ.
- ઓસીબીસીસિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ
- ઓરિએન્ટ ફ્યુચર્સ ઇન્ટરનેશનલ (સિંગાપોર) પીટીઇ. લિ.
- ફિલિપ નોવા પીટીઇ.લિ.
- સ્ટોનએક્સ ફાઇનાન્સિયલ પીટીઇ. લિ.
- યુબીએસ એજી