– એઆઈ સંચાલિત ટુલ ‘હેલ્થ શિલ્ડ એડવાઈઝર’ યુનિક જીવનશૈલી અનુસાર શ્રેષ્ઠ આરોગ્ય વીમાની પસંદગી કરવામાં મદદ કરશે
અમદાવાદ : ફ્યુચર જનરલ ઈન્ડિયા ઈન્સ્યોરન્સે ઈન્ડસ્ટ્રીનું પ્રથમ ઈનોવેટિવ એઆઈ સંચાલિત ટુલ ‘હેલ્થ શિલ્ડ એડવાઈઝર’ લોન્ચ કર્યું છે. જે વ્યક્તિગત ધોરણે યુનિક જીવનશૈલીના આધારે આરોગ્ય વીમાની પસંદગી કરવામાં મદદરૂપ બનશે. આ યુઝર-ફ્રેન્ડલી પ્લેટફોર્મ https://needanalysis.futuregenerali.in/ પર ઉપલબ્ધ છે. જેનો ઉદ્દેશ તેના હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન્સ માટે યોગ્ય કવરનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે.
એક અંદાજ પ્રમાણે, ભારતમાં હેલ્થ ઈન્સ્યોરન્સ સુરક્ષા તફાવત 73 ટકા આસપાસ છે. જેની પાછળનું કારણ આરોગ્ય સંબંધિત ઊંચા ખર્ચાઓ, મેડિકલ ફુગાવોમાં વધારો તેમજ અયોગ્ય આરોગ્ય વીમા પ્લાન છે. ‘હેલ્થ શીલ્ડ એડવાઇઝર’નો ઉદ્દેશ્ય જનરેટિવ AI સહિત અદ્યતન AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને વ્યક્તિગત ધોરણે વીમા કવરેજ ભલામણોની સુવિધા આપી આ તફાવતને દૂર કરવાનો છે. ઉંમર, સ્વાસ્થ્યની ટેવો અને જીવનશૈલી સંબંધિત સરળ પ્રશ્નોના જવાબ આપીને યુઝર તેની ચોક્કસ જરૂરિયાતો સાથે સુસંગત વીમા કવરેજ પસંદ કરી શકે છે. તે વીમા કવરેજ રકમ માટે કસ્ટમાઇઝ્ડ સૂચનો મેળવી શકશે. આ ટુલ વ્યક્તિઓની વર્તમાન જીવનશૈલીના આધારે જરૂરિયાતોને પ્રતિબિંબ કરતાં કવરેજ પસંદ કરે તેની ખાતરી કરે છે.
હેલ્થ શીલ્ડ એડવાઈઝરના મહત્ત્વ પર ભાર મૂકતાં ફ્યુચર જનરલી ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિ.ના ચીફ માર્કેટિંગ કસ્ટમર અને ઇમ્પેક્ટ ઓફિસર રૂચિકા વર્માએ જણાવ્યું હતું કે “ફ્યુચર જનરલી ખાતે, અમે ગ્રાહક અનુભવમાં વધારો કરવા ટેકનોલોજીનો લાભ લેવા પ્રતિબદ્ધ છીએ. હેલ્થ શીલ્ડ એડવાઇઝરનું લોન્ચિંગ આરોગ્ય વીમો પસંદ કરવાની પ્રક્રિયાને સરળ, વધુ પારદર્શક અને વ્યક્તિગત બનાવવાના અમારા પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પ્રગતિ દર્શાવે છે. અદ્યતન અલ્ગોરિધમ્સ અને ડેટા-આધારિત માહિતીની મદદથી હેલ્થ શીલ્ડ એડવાઇઝર ગ્રાહકોને એક સીમલેસ, સાહજિક ઇન્ટરફેસ સાથે સશક્ત બનાવે છે જે તેમને તેમની ચોક્કસ આરોગ્ય જરૂરિયાતો અને જીવનશૈલીના આધારે યોગ્ય યોજના પસંદ કરવામાં માર્ગદર્શન આપે છે.”
આ ટૂલ ગ્રાહકની ચોક્કસ જરૂરિયાતોના આધારે વીમા કવરેજની નિશ્ચિત રકમની ગણતરી કરવા સક્ષમ છે. તર્ક આધારિત એઆઈ અમુક પ્રશ્નોની મદદથી યુઝર્સને તેમની જીવનશૈલી અને કવરેજ પસંદગીઓનું વિશ્લેષણ કરતાં સચોટ વીમા ઉકેલ પૂરો પાડે છે. આ વ્યક્તિગત અભિગમ ગ્રાહકોને તેમની પરિસ્થિતિને અનુરૂપ કવરેજ અંગે ભલામણ કરે છે. વધુમાં આ ટૂલ જીવનશૈલી-આધારિત ભલામણો પણ પ્રદાન કરે છે, યુઝર્સની દૈનિક દિનચર્યાઓનું મૂલ્યાંકન કરીને વ્યાપક કવરેજ પ્રદાન કરતી વીમા યોજનાઓ સૂચવે છે.
AI સંચાલિત હેલ્થ શીલ્ડ એડવાઇઝર ટૂલ જનરેટિવ એઆઈનો ઉપયોગ કરી વાતચીત માટેના અવતાર રચે છે. જે સમગ્ર સવાલ-જવાબની પ્રક્રિયા દરમિયાન ગ્રાહક સાથે જોડાણમાં વધારો કરે છે. આ અવતાર રીઅલ-ટાઇમ વાતચીત કરે છે, યુઝર્સને સંપૂર્ણ પ્રશ્નાવલીમાં વ્યસ્ત રાખે છે. જે તેમના અનુભવને વધુ ગતિશીલ અને મનોરંજક બનાવે છે.ગ્રાહકો સાથે જોડાણમાં વધારો અને સમગ્ર પ્રક્રિયા આકર્ષક અને સીધે-સીધી હોવાના લાભો પ્રદાન કરતું આ ટૂલ સ્પષ્ટ સરખામણીઓ અને વિગતવાર માહિતી સાથે નિર્ણય લેવાનું સરળ બનાવે છે, યુઝર્સના આત્મવિશ્વાસમાં વધારો કરતાં સચોટ આરોગ્ય વીમાની પસંદગી કરવા સશક્ત બનાવે છે.