નાદારી હેઠળ કંપનીઓની સંપત્તિની હરાજી કરવામ છેલ્લા ચાર પાંચ વર્ષથી બેન્કિંગ સેક્ટરની સ્થિત દિવસેની દિવસે દયનીય બની રહી છે. કોર્પોરેટ લોન રિકવર ન થતાં એનપીએના તોતિંગ ભારણ હેઠળ બેન્કોની નફાશક્તિ ધોવાઈ જવા પામી છે. આ પ્રતિકૂળતામાંથી બેન્કો હજી બહાર નીકળી નથી ત્યાં વળી તેમના માથે હવે એક નવો બોજો આવી પડયો છે. છેલ્લા બે વર્ષમાં એજ્યુકેશન ક્ષેત્રે અપાયેલ લોનમાં પણ હવે નોન પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ)ની સમસ્યા વકરી રહી હોવાના સમાચાર મળ્યાં છે.
રેટિંગ એજન્સી કેરના જણાવ્યા મુજબ નાણાંકીય વર્ષ ૨૦૧૭માં એજ્યુકેશન લોનનો ગ્રોથ ઘટીને બે ટકા થઇ રહ્યો છે. જે નાણાંકીય વર્ષ ૨૦૧૫માં ૧૭ ટકાના ઊંચા મથાળે નોંધાયો હતો. તો બીજી બાજુ શૈક્ષણિક લોન સેગમેન્ટમાં જાહેર બેન્કોની એનપીએનું પ્રમાણ બે વર્ષમાં ૫.૭ ટકાથી વધીને ૭.૭ ટકા થઇ ગયું છે.
ઉલ્લેખનીય છે કે જાહેર ક્ષેત્રની બેન્કો મોટાભાગે દેશમાં જ અંડર ગ્રેજ્યુએટ કોર્સ માટે શૈક્ષણિક લોન ઓફર કરી રહી છે. તે ઉપરાંત એજ્યુકેશન લોનનું કદ સામાન્ય રીતે રૂ.ચાર લાખ સુધીનું હોય છે અને તેમાં મોટાભાગે કોઇ જામીનગીરી નથી. કારણ કે, આ પ્રકારના અભ્યાસક્રમો પૂરાં કર્યા બાદ રોજગારીના અવસરો મર્યાદિત હોવાના લીધે વિદ્યાર્થીઓ ઘણી વખતે લોનની પરત ચૂકવણી પણ કરી શકતા નથી. જેના લીધે પણ બેન્કોની એનપીએમાં વધારો જોવા મળી રહ્યો છે.