અમદાવાદ : મહેસુલમંત્રી કૌશિક પટેલે જણાવ્યું કે, કિસાનોના હિતને વરેલી રાજ્ય સરકારે અનેકવિધ કિસાનલક્ષી નિર્ણયો કર્યા છે જેના ભાગરુપે શહેરી વિસ્તારમાં આવેલી નવી અને અવિભાજ્ય શરતની તથા ગણોતધારા હેઠળની નવી શરતની ખેતીની જમીનના બિનખેતીના પ્રસંગે ખેતીથી ખેતીનું પ્રિમિયમ સર્વે નંબરના ક્ષેત્રફળના બદલે હવેથી અંતિમ ખંડ (ફાઇનલ પ્લોટ)ના ક્ષેત્રફળ મુજબ આકારવામાં આવશે.
મહેસુલ મંત્રીએ આ અંગે વધુ વિગો આપતા કહ્યું હતું કે, હાલમાં શહેરી વિસ્તારમાં જ્યારે અરજદાર તેની ખેતીની જમીન બિન ખેતી કરવા અંગે દરખાસ્ત કરે ત્યારે ખેતીથી ખેતી હેતુ માટે સર્વે નંબરમાં દર્શાવેલ મૂળ ક્ષેત્રફર મુજબ ખેતીથી ખેતીનું પ્રિમિયમ લેવામાં આવે છે. શહેરી વિસ્તારમાં સામાન્યતઃ જાહેર સુવિધાઓ જેવી કે રસ્તા, ગટર, પાણી પુરવઠા, લાઇટ માટે ઉપયોગમાં લેવામાં આવતી ૪૦ ટકા જેટલી જમીનની કપાત કરવામાં આવે છે.
આથી શહેરી વિસ્તારમાં અરજદાર પાસે ૬૦ ટકા જેટલી જ મીન ભોગવટા માટે રેતી હોય છે. આથી ખેતીથી બિનખેતીનું જે પ્રિમિયમ વસુલ લેવામાં આળે છે તેમાં જાહેર માળખાકીય સુવિધાઓ માટે ૪૦ ટકા જમીનની કપાત બાદ કરીને વધતી ૬૦ ટકા જેટલી જમીન ઉપર બિનખેતીનું પ્રિમિયમ વસુલવામાં આવે છે. મહેસુલમંત્રી કૌશિક પટેલે ઉમેર્યું કે, મુખ્યમંત્રી રૂપાણીના પારદર્શક, સંવેદનશીલ અને લોકાભિમુખ વહીવટના ભાગરુપે મહેસુલ વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં જ્યારે અરજદાર પોતાની જમીન બિન ખેતી કરવા દરખાસ્ત કરે તે સમયે જો ખેતીથી ખેતીનું પ્રિમિયમ વસુલવાનું થતું હોય તો તેવા કિસ્સાઓમાં હવેથી ખરેખર ભોગવટાની જમીન એટલે કે જાહેર સુવિધાઓ માટે કપાત કરવામાં આવતી ૪૦ ટકા જેટલી જમીનની કપાત બાદની ૬૦ ટકા ક્ષેત્રફર મુજબ એટલે કે એફ ફોર્મમાં દર્શાવેલ અંતિમ ખંડના ક્ષેત્રફળ મુજબ ખેતીથી ખેતીનું પ્રિમિયમ વસુલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.