“સિનિયર લીડરશીપ માટે આ શ્રેષ્ઠસમય છે કે તેઓ પેશન્ટ સેફટીના મહત્વને વેગ આપે” – ડૉ. ક્લાઇવ ફર્નાન્ડિસ

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

 ડૉ.  ક્લાઈવ ફર્નાન્ડિસ, ગ્રુપ ક્લિનિકલ ડિરેક્ટર અને ગ્રુપ ચીફ ઓપરેટિંગ ઓફિસર વોકહાર્ટ હોસ્પિટલ્સ; કન્સલ્ટન્ટ જોઈન્ટ કમિશન ઇન્ટરનેશનલ યુએસએ

રાજકોટ: વોકહાર્ટ હોસ્પિટલ્સ લિમિટેડ, ભારતની અગ્રણી હેલ્થકેર પ્રોવાઇડરે  રાજકોટ ખાતે પેશન્ટ સેફ્ટી પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો હેતુ દર્દીની સલામતીના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને દર્દીઓને તેમની દેખરેખમાં સક્રિયપણે ભાગ લેવા માટે સશક્તિકરણ કરવાનો હતો.પેશન્ટ સેફ્ટી સેશન વિશે વાત કરતાં, ડૉ. ક્લાઈવ  ફર્નાન્ડિસે કહ્યું,”હાલ પેશન્ટ સેફટી અંગે ઘણી કોન્ફરન્સ અને લેક્ચર્સ થઈ રહ્યાં છે, જે ઘણી સરાહનીય બાબત છે.  પરંતુ વાસ્તવમાં વિનિમય કરાયેલી કેટલી માહિતી સંસ્થાને પાછી ફરે છે, તે સ્ટેક હોલ્ડર્સ સાથે શેર કરવામાં આવે છે અને ખરેખર તેનાથી પ્રોસેસમાં સુધારો થાય છે કે નહીં તે વિચારવા જેવો પ્રશ્ન છે. આથી મારી આ વિઝીટ દરમિયાન મેં વાસ્તવમાં મહત્વની બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે મારા ડોક્ટર્સ, નર્સો અને તમામ વિભાગોના સહયોગીઓ સાથે વાત કરવાનું નક્કી કર્યું કે કેવી રીતે અમે વ્યાખ્યાયિત કરેલા વિવિધ સલામતી પ્રોટોકોલ પેશન્ટ સેફટીને સુધારવામાં અને નુકસાનને રોકવામાં મદદ કરે છે.

Wockhardt DR. CLive 1

તેમણે વધુમાં ઉમેર્યું,“હું માનું છું કે વોકહાર્ટ હોસ્પિટલ્સમાં પેશન્ટ સેફટી એ માત્ર એક ધ્યેય નથી પરંતુ અમારો  માર્ગદર્શક સિદ્ધાંત છે. હેલ્થકેર પ્રોફેશનલ્સની અમારી ટીમ અમારા નિર્ધારિત પેશન્ટ પ્રોટોકોલ 365*24*7ને અમલમાં મૂકવા માટે સહયોગથી કામ કરે છે આમ અમારી હોસ્પિટલ આવતા દરેક દર્દીની સુખાકારી અને સલામતીને પ્રાથમિકતા  આપે છે.”.

ડૉ. ક્લાઇવ ફર્નાન્ડિસે ધ્યાન કેન્દ્રિત કરેલી કેટલીક મુખ્ય થીમ્સ છે :

1. ઈફેક્ટિવ કોમ્યુનિકેશન

2. ટીમવર્ક અને કોલેબોરેશન

3. રિસ્ક આઇડેન્ટિફિકેશન અને મિટિગેશન

4. પેશન્ટ એન્ગેજમેન્ટ & એજ્યુકેશન

દર્દીની સલામતી અંગે મંતવ્યો શેર કરતા, વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના સેન્ટર હેડ ડૉ. મનીષ અગ્રવાલ એ જણાવ્યું હતું કે,“વોકહાર્ટ હોસ્પિટલ્સમાં, અમે હંમેશા પેશન્ટ સેફટીને પ્રાથમિકતા આપી છે. અમારા તમામ ક્લિનિકલ અને ઓપરેશનલ પ્રોટોકોલ દર્દીની સલામતીને ધ્યાનમાં રાખીને વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. વોકહાર્ટ હોસ્પિટલ્સ માં તેની ખાતરી કરવા માટે અમે અમારા તમામ સહયોગીઓમાં અમારા નિર્ધારિત પ્રોટોકોલને વધુ મજબૂત બનાવવા માટે નિયમિતપણે જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ.

Share This Article