રાત અને દિનમાં પુરતી ઉંઘ મળી હોવા છતાં પણ જો કોઇ વ્યક્તિ દિવસભર ઉંઘ લેતી નજરે પડે છે તો તે આળસ નહી બલ્કે બિમારીના સંકેતો છે અને સાવધાન થઇ જવાની જરૂર છે. પુરતા પ્રમાણમાં ઉંઘ લીધા બાદ પણ હમેંશા જો ઉંઘ આવતી રહે છે તો ડિપ્રેશન, ઇન્સોમેનિયા, ડાયાબિટીસ, હાર્ટ ડિસિઝ અથવા તો અન્ય બિમારીના લક્ષણ હોઇ શકે છે. વય અને શારરિક સ્થિતી મુજબ તમામની ઉંઘ અથવા નિંદની અવધિ જુદી જુદી હોય છે. પરંતુ જરૂર કરતા વધારે પ્રમાણમાં ઉંઘ અને વધુ ઉંઘ છતાં પણ કમજારી લાગે છે તો ખતરનાક સંકેતો છે. ઉંઘ પુરતા પ્રમાણમાં આવી હોવા છતાં સતત ઉંઘ ફિટ નહીં હોવાના સંકેતો આપે છે. કેટલીક બિમારી હોવાના સંકેત આપે છે જેને લઇને અમે વાત કરવા જઇ રહ્યા છીએ.
હમેંશા ઉંઘ આવવી અને શરીરમાં કમજોરીનો અનુભવ થવાની બાબત ડિપ્રેશનનો સંકેત આપે છે. આવી સ્થિતીમાં વ્યક્તિનુ કોઇ પણ પ્રકારના કામમાં મન લાગતુ નથી. તેને દિવસભર ઉંઘતા રહેવાની ઇચ્છા થાય છે. ઓબ્સટક્ટિવ સ્લીપ એપ્નિયાનો સીધો સંબંધ ઉંઘ અને શ્વાસ લેવા સાથે સંબંધિત છે. આમાં ઉંઘી જવાની સ્થિતીમાં નાક અને મોના ઉપરના હિસ્સામાં હવા ભરાઇ જાય છે. જેના કારણે મોથી વ્યક્તિ શ્વાસ લેવાની શરૂઆત કરે છે. જ્યારે હવાના દબાણના કારણે નાકથી અવાજ આવવા લાગી જાય છે. આ બિમારીની સ્થિતીમાં ફેફસાને હવા બહાર નિકાળવા માટે ભારે મહેનત કરવી પડે છે. આ બિમારીના મુખ્ય લક્ષણમાં નીંદમાં બેચેની, અનુભવ કરવાની બાબત સામેલ છે. દિવસમાં વધારે ઉંઘી જવાની બાબત અને હમેંશા સુસ્ત રહેવાની બાબત પણ જાવા મળે છે. હમેંશા થાકનો અનુભવ થાય છે. કોઇ ચીજ પર મન લાગી શકતુ નથી. ઉંઘતી વેળા શ્વાસમાં અડચણો પણ ઉભી થાય છે. આ તમામ બાબતો સ્લીપ અપ્નિયામાં જાવા મળે છે. આવી જ રતે ફાઇબ્રોમાએલ્જિયા નામની તકલીફ પણ થઇ શકે છે. આ રોગનુ મુખ્ય કારણ ચોક્કસ છે. માંસપેશીમાં પીડાની સાથે સાથે થાક લાગે છે. આ બિમારીની યોગ્ય ઓળખ અને સમજ ન હોવાની સ્થિતીમાં આની સારવારમાં ખુબ સમય લાગે છે. ફાઇબ્રોમાયÂલ્જયા મસ્કુલોસ્લેટલના કામને પ્રભાવિત કરે છે.
જેના કારણે તંત્રિકા તંત્ર પણ યોગ્ય દિશામાં કામ કરી શકતા નથી. આવી સ્થિતીમાં એકાગ્રતાની કમી રહે છે. થાક પણ લાગે છે. ઇડિયોપૈથિક હાઇપરસોમનિયા પણ જાવા મળે છે. કેટલાક કેસમાં આ તકલીફ રહે છે . જેમાં રાતના ગાળા દરમિયાન પુરતી ઉંઘ લેવામાં આવી હોવા છતાં દિનમાં લાંબા સમય સુધી ઉંઘ આવે છે. આ બિમારીમાં વ્યક્તિ ૧૦ કલાકથી પણ વધારે સમય સુધી ઉંઘી જાય છે. વધારે પ્રમાણમાં ઉંઘ છતાં તેને રિલેક્સનો અનુભવ થતો નથી. તેને ફરી ઉંઘી જવાની ઇચ્છા હોય છે. આવી રી રિકરેન્ટ હાઇપરસોમનિયામાં વધારે ઉંઘ આવે છે. આમાં ૧૮ કલાક સુધી વ્યક્તિ ઉંઘે છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે ઇડિયોપૈથિક હાઇપરસોમનિયામાં ૧૦ કલાક કરતા પણ વધારે ઉંઘ વ્યક્તિને આવે છે.
વધારે ઉંઘ થાક નહી પરંતુ બિમારીના સંકેત તરીકે છે. પોતાની ડાઇટમાં કેળા, ગ્રીન ટી, સીતાફળના બિયા, ઓટમીલ, દહી, તરબુજ, અખરોટ અને પાલકનો ઉપયોગ કરી શકાય છે. ભોજનમાં હમેંશા હાઇ ફાઇબરવાળા ફુડસનો ઉપયોગ કરવાની સલાહ નિષ્ણાંત લોકો આપે છે. કારણ કે તેમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટનુ પ્રમાણ વધારે હોય છે. આના કારણે બ્લડ સુગર કન્ટ્રોલ રહે છે. થાક લાગતી નથી. બે વખત પેટ ભરીને ભોજન કરવાના બદલે થોડીક થોડીક વારમાં હેલ્થી ચીજ વસ્તુઓ ખાવાની ટેવ પાડવી જોઇએ. આના કારણે બ્લડ સુગર કન્ટ્રોલમાં રહે છે. દિવસમાં એક વખત પાલક ચોક્કસપણે ખાવાની સલાહ નિષ્ણાંતો આપે છે. કારણ કે તેમાં પોટેશિયમ અને આયરનની સાથે સાથે વિટામિન બી ગ્રુપના કેટલાક વિટામીન હોય છે. જે શરીરને ઉર્જાવાન બનાવવામાં ભૂમિકા અદા કરે છે. ધ્યાન યોગ કરવાની પણ સલાહ આપવામાં આવે છે. હમેંશા સકારાત્મક વિચારધારા રાખવાની જરૂર હોય છે. વધારે પ્રમાણમાં ચા કોફીનો ઉપયોગ કરવો જોઇએ નહી. દિવસ દરમિયાન થોડાક થોડાક પ્રમાણમાં પાણી અથવા તો કોઇ પ્રવાહીનો ઉપયોગ કરતા રહેવાની જરૂર હોય છે. આના કારણે શરીરમાં ઉર્જા રહે છે. હાનિકારક તત્વો બહાર નિકળે છે. સંકેતોને ઓળખી કાઢીને બિમારીથી દુર રહી શકાય છે. દર વખતે ઉંઘતા રહેવાની ઇચ્છા થવાનો અર્થ એ છે કે શરીરમાં આયરનની પણ કમી છે. થાક અને ઉશ્કેરણીજનક વર્તન આના લીધે થાય છે. આયરનની કમીનો અર્થ એ છે કે માંસપેશિઓ અને કોશીકા સુધી ઓછા પ્રમાણમાં ઓક્સીજન પહોંચે છે. આવી સ્થિતીમાં આયરન જેમાં છે તે ચીજવસ્તુઓ વધારે ઉપયોગમાં લેવી જાઇએ. જેમાં રાજમા, લીલી શાકભાજીનો સમાવેશ થાય છે. વર્કઆઉટ ન કરવાની બાબત પણ તકલીફ સર્જે છે. નિયમિત રૂટીનમાં વર્કઆઉટને સામેલ કરવાથી કેટલીક સમસ્યા દુર થાય છે.