વાયા નેપાળ સરહદ મારફતે નિત્યાનંદ ફરાર થયો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નિત્યાનંદ આશ્રમ મામલામાં ઉંડી તપાસનો દોર જારી રહ્યો છે. એકબાજુ પોલીસ બંને આરોપી સાધિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાને સાથે રાખીને તપાસ કરી રહી છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા બંનેની પુછપરછ થઇ ચુકી છે. બીજી બાજુ પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે, ૧૯ વર્ષીય લાપત્તા મહિલા અને જાતે બની બેઠેલા ગોડમેન નિત્યાનંદ બંને વાયા નેપાળ સરહદ મારફતે ભારત છોડી ચુક્યા છે. આ કેસ માટે ખાસ તપાસ ટીમ સીટમાં રહેલા સુત્રોએ કહ્યું છે કે, મહિલાને શોધી કાઢવા માટે ઇમિગ્રેશન સત્તાવાળાઓનો સંપર્ક કરવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી આ અંગે માહિતી મળી શકી નથી. વાયા નેપાળ સરહદ મારફતે નિત્યાનંદ ભારતથી ફરાર થઇ ચુક્યા છે.

બીજી બાજુ વિદેશ મંત્રાલય તરફથી હજુ સુધી કોઇ સાફ વાત કરવામાં આવી નથી. તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે, ૧૯ વર્ષીય મહિલા રોડ દ્વારા નેપાળ પહોંચી ચુકી છે તે ધારાધોરણના ભંગ સાથે પહોંચી છે કે કેમ તે અંગે માહિતી મળી નથી. તમિળનાડુથી તેના પિતા દ્વારા તપાસ કરવામાં આવે તે પહેલા જ તે ગેરકાયદેરીતે નિકળી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ આ સમગ્ર મામલામાં પોલીસને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો પણ થઇ રહ્યા છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસના કહેવા મુજબ નિત્યાનંદની સાધિકાઓ તેમને બનાવટી પાસવર્ડ આપીને ગેરમાર્ગે દોરી રહી છે. તેમના પર્સનલ મોબાઇલ ડિવાઇઝના ખોટા પાસવર્ડ આપવામાં આવ્યા છે.

સમગ્ર મામલે હજુ પણ ઉંડી તપાસનો દોર યથાવત જારી

Share This Article