કચ્છમાં એક પછી એક ગુનાખોરીની પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે, લૂટ, મર્ડર બાદ હવે પૂર્વ કચ્છ અંજારમાં ફાયરિંગની ઘટનાથી શહેરમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે, જોકે, આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક ધોરણે નબીરા ધરપકડ કરી લીધી હતી.પૂર્વ કચ્છ અંજારમાં ફરી એકવાર ફાયરિંગની ઘટના સામે આવી છે.
અંજારના ગંગા નાકા પાસે રાત્રે ફાયરિંગ થયું હતું. આ ઘટના ગત રાત્રીના ૧૧ વાગ્યા ની આસપાસ બની હતી. ફાયરિંગ બાદ પોલીસ હરકતમાં આવી હતી. આ અંગે અંજારના ડીવાયએસપીએ કહ્યું, બે આરોપીને રાત્રે રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે. અંજાર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પૂર્વ કચ્છના અંજારમાં સતત વધી રહેલ લૂંટ, ફાયરિંગ ની ઘટનાથી લોકોમાં પણ હવે ભયનો માહોલ છે.
 


 
                                 
                              
		 
		 
		 
		 
		 
		 
		