ટીચર્સ ટ્રોફી સાથે નિક્લોડિયન નોખી પહેલ દ્વારા વહાલા શિક્ષકોનું સન્માન

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

નિક્લોડિયન દ્વારા બાળકો અને તેમને માટે મહત્ત્વપૂર્ણ સર્વ કોઈની ઉજવણી કરે છે. વાર્તાઓઅ અને પાત્રો ભારતભરના લાખ્ખો બાળકોના મિત્રો બની ગયા છે ત્યારે બ્રાન્ડ એવા અવસરો નિર્માણ કરવામાં વિશ્વાસ ધરાવે છે, જે પડદાની પાર જાય છે અને બાળકો તથા પરિવારના મનમાં કાયમ માટે વસે છે. આ શિક્ષક દિવસનો જોશ ‘ટીચર્સ ટ્રોફી’ સાથે ક્લાસરૂમોમાં જીવંત બન્યો હતો. આ અનોખી ઉજવણી દરેક બાળકના પ્રવાસના અસલી લીજેન્ડ્સ તેમના શિક્ષકોનું સન્માન કરે છે. જોકે આ સન્માન એકતરફી શા માટે હોવું જોઈએ? ફક્ત વિદ્યાર્થીઓ જ સ્પોટલાઈટમાં શા માટે હોવા જોઈએ? ટીચર્સ ટ્રોફી સાથે નિક્લોડિયન નોખી પહેલ લાવી અને બાળકોને અસલ લીજેન્ડસ તરીકે તેમના શિક્ષકોન ઉજવણી કરવા સશક્ત બનાવ્યા.

ઝેબર સ્કૂલ ખાતે વહાલા નિકટૂન્સ મોટુ પતલુએ ઉજવણીમાં તેમની લાક્ષણિક મોજમસ્તી અને ઊર્જા ઉમેરી હતી, જેમાં તેમને શિક્ષકોનું સન્માન કર્યું, જ્યાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. નિક- થીમનાં કાર્ડસ સાથે બાળકોએ શાખા જીવનની મોજીલી બાજુની ઉજવણી કરતી હલવીફૂલ શ્રેણીઓમાં તેમના શિક્ષકોનો નોમિનેટ કર્યા હતા, જેમાં દરેક ટેક્નિકલ મુશ્કેલીનું ચમત્કારિક સમાધાન કરતા શિક્ષક માટે ટેક વિઝાર્ડ એવોર્ડ, નવીનતમ શોધની આગળ રહેતા શિક્ષકો માટે ટ્રેન્ડ સ્પોટર અથવા બધું જ કરતા શિક્ષકો માટે અલ્ટિમેટ ઓલ-રાઉન્ડર એવોર્ડનો સમાવેશ થતો હતો. OG લીજેન્ડ્સ, શિક્ષકોને દંતકથા સમાન જોડી મોટુ- પતલુ દ્વારા શિર પર તાજ મુકાયો હતો, જેને આખી શાળાએ વધાવી લીધું હતું, જ્યારે દરેક શિક્ષકનું બાળકોના જીવનમાં તેઓ લાવે તે સમર્પિતતા અને સંભાળ માટે કૃતજ્ઞતાના પ્રતીક સાથે સન્માન કરાયું હતું.

આ પહેલ સાથે બ્રાન્ડનું લક્ષ્ય લખનૌ, મુંબઈ, દિલ્હી અને તેની પાર શહેરોમાં હજારો બાળકો સુધી પહોંચવાનું હતું. તેના હાર્દમાં નિકની ટીચર્સ ટ્રોફીઓએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે આદર, મોજ અને શાળા જીવન અવિસ્મરણીય બનાવતા અવસરો પર નિર્મિત અજોડ જોડાણની ઉજવણી કરે છે. આ શિક્ષક દિવસ પર નિક્લોડિયને દરેકને એ યાદ અપાવ્યું કે લીજેન્ડ્સ ફક્ત વાર્તાઓમાં હોતા નથી, પરંતુ તે દરેક ક્લાસરૂમમાં અને અમુક વાર વિદ્યાર્થીઓમાં, જેમને તેમના શિરે તાજ મૂકવાનો મોકો મળે.

Share This Article