મહારાષ્ટ્રના પુણેમાં એક ગંભીર અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અહીં પિંપરી ચિંચવડમાં એક હોર્ડિંગ પડી જવાથી ૫ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે ૩ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સુત્રો પરથી મળતી જાણકારી અનુસાર જોરથી પવન ફૂંકાવાને કારણે પિંપરી ચિંચવડમાં લોખંડનું હોર્ડિંગ પડી ગયું હતું. તેમની નીચે દટાઈને ૫ લોકોએ તેમના જીવ ગુમાવ્યા હતા. જેમાં ચાર મહિલાઓ સામેલ છે. આ દુર્ઘટના ગઈકાલે સાંજે મુંબઈ-પુણે હાઈવે પર રાવત કિવલે વિસ્તારમાં સર્વિસ રોડ પર થઇ હતી. ગઈકાલે સાંજે અહીં અચાનક જોરદાર પવન ફૂંકાવા લાગ્યો હતો. જેના કારણે કેટલાક લોકો હોર્ડિંગની નીચે આવેલ પંચરની દુકાન પર ઉભા રહી ગયા હતા. ત્યાં અચાનક જ હોર્ડિંગ પડી ગયું. જેને કારણે આ દુર્ઘટનામમાં ૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર ૫ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ત્રણ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા છે.
આનંદ પંડિત અને વૈશલ શાહની નવી ગુજરાતી ફિલ્મ – ફક્ત પુરુષો માટે
વર્ષ 2022 અને 2023 માં અનુક્રમે કૌટુંબિક મનોરંજક ફિલ્મો 'ફક્ત મહિલા માટે' અને 'ત્રણ એક્કા' ની જબરજસ્ત સફળતા બાદ નિર્માતા...
Read more