અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આઈપીએલ ૨૦૨૨ની ફાઈનલ દરમિયાન સ્ટેડિયમમાં સૌથી વધુ પ્રેક્ષકોની હાજરીના રેકોર્ડ બદલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને આ ઉપલબ્ધિ મળી હોવાનું બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે રવિવારે જણાવ્યું હતું. અગાઉ ગુજરાત ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, મોટેરા તરીકે જાણીતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની કુલ બેઠક ક્ષમતા ૧,૧૦,૦૦૦ની છે જે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતા ૧૦ હજાર વધુ છે. જય શાહે જણાવ્યું હતું કે, આઈપીએલ ૨૦૨૨ની ફાઈનલમાં ૧,૧૦૧,૫૬૬ પ્રેક્ષકોની હાજરી બદલ ટી૨૦માં સર્વોચ્ચ હાજરીને લીધે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું તેનો અત્યંત આનંદ છે. ૨૯ મે ૨૦૨૨ના ગુજરાત જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આઈપીએલની ફાઈનલ યોજાઈ હતી જેમાં ગુજરાત જાયન્ટ્સ વિજયી રહ્યું હતું.
ઘી ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવા B2B ટ્રેડ ફેરનું આયોજન
અમદાવાદ: ટેક્સટાઇલ-ગારમેન્ટના માન્ચેસ્ટર ગણાતા એવા ગુજરાતના ઉદ્યોગોને વેગ આપવા માટે સતત પ્રયાસો થઇ રહ્યાં છે. ગુજરાતનો ગારમેન્ટ ઉદ્યોગ દેશ-વિદેશમાં પ્રચલિત...
Read more