સાળંગપુર ધામમાં મણિપુરના ૪૮ ઋષિકુમારોએ હનુમાન દાદાના દર્શન કર્યા

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read
File 02 Page 09

બોટાદ :શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામમાં આયોજિત વડતાલ ગાદી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ ચાલી રહ્યો છે. શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠા થયાને ૧૭૫ વર્ષ પૂર્ણ થતાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવમાં મણિપુરના ૪૮ ઋષિકુમારોને દાદાના દર્શન કરાવ્યા હતાં. ઋષિકુમારોએ સભા મંડપમાં સંતોના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ કિંગ ઓફ સાળંગપુરના દર્શન કરાવ્યા. એ પછી ઋષિકુમારોએ પ્રસાદ લીધો હતો. તમામ ઋષિ કુમારોને હનુમાન વાટિકા પ્રદર્શન જાેવા માટે લઈ ગયા હતા. જેમાં અલગ-અલગ પ્રકારના શો તેમને નીહાળ્યા હતા. ત્યાર બાદ તેમને મેળામાં પણ લઈ જવામાં આવ્યા હતાં. આ પછી ફરી સભામંડપમાં તેમને કથા શ્રવણ માટે લાવવામાં આવ્યા હતાં. મહત્ત્વનું છે કે ઋષિકુમારોને ગઢડા દર્શન કરવા માટે લઈ જવાના છે.

File 02 Page 09 1
Share This Article