ન્યુબોર્ન કેર : ઠંડીમાં સ્પર્શથી ઇન્ફેકશનનો ખતરો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ઠંડીના દિવસોમાં નવજાત શિશુને સ્પર્શ કરવાની સ્થિતીમાં ઇન્ફેક્શનનો ખતરો રહેલો છે. દર વર્ષે ૧૫થી ૨૧મી નવેમ્બરની વચ્ચે ન્યુબોર્ન કેર વીકની ઉજવણી કરવામાં આવે છે. નિષ્ણાંત બાળક તબીબો અને જાણકાર લોકો કહે છે કે જન્મના પ્રથમ છ મહિના સુધી શિશુને માત્ર માતાનું દુધ આપવામાં આવે તે જરૂરી છે. નવજાત શિશુને દર બે કલાકમાં દુધ પિવડાવવાની જરૂર હોય છે. સાથે સાથે ઠંડીના દિવસોમાં ઇન્ફેક્શનનો ખતરો અનેક ગણો વધી જાય છે. જેથી નવજાત શિશુને અન્ય લોકોને સ્પર્શ કરવાથી બચાવવા માટેના પ્રયાસ કરવા જોઇએ.

શિશુ ઇન્ફેક્શનથી બચશે તો તેના શરીરને લાભ થનાર છે. શિશુને સ્નાન કરાવતી વેળા પણ કેટલીક ખાસ કાળજી રાખવાની જરૂર હોય છે. શિશુ રોગ નિષ્ણાંત તબીબો કહે છે કે શિશુના નાક બંધ થઇ જવાની સમસ્યા સામાન્ય રીતે જોવા મળે છે. આવી સ્થિતીમાં અન્ય કોઇ પ્રયોગ કરવા જોઇએ  નહીં. નાક બંધ થઇ જાય તો સલાઇન નેજલ ડ્રોપ આપી શકાય છે. તબીબો કહે છે કે શિશુને દર બે કલાકમાં દુધની જરૂર હોય છે. આવુ ન કરવાની સ્થિતીમાં  તેને ડીહાઇડ્રેશન અને કમળો થવાનો ખતરો રહે છે. દિવસમાં સાતથી આઠ વખત યુરિન ન થવાની સ્થિતીમાં ડીહાઇડ્રેશનની શંકા રહે છે.

Share This Article