નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ SVPI એરપોર્ટના ઉડાન યાત્રી કાફેનું ઉદઘાટન કર્યું
અમદાવાદ એરપોર્ટે ભારતમાં પ્રથમ ખાનગી સંચાલિત ઉડાન યાત્રી કાફે ખોલ્યું
SVPI એરપોર્ટ પર મુસાફરો માટે બજેટ-ફ્રેંડલી અને સ્વાદિષ્ટ ભોજનના વિકલ્પો
અમદાવાદ: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (SVPI) એરપોર્ટ પર બહુપ્રતીક્ષિત ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન કર્યું હતું. દેશભરના એરપોર્ટ પર મુસાફરોની સુવિધાઓ વધારવાની સરકારની પહેલમાં તે મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.
ટર્મિનલ ૧ના ચેક-ઇન હોલમાં સ્થિત નવું ઉડાન યાત્રી કાફે મુસાફરોને ૧૦ રૂપિયાથી શરૂ થતા નાસ્તાની સુવિધા પ્રદાન કરશે. ઉડાન યાત્રી કાફેનો ઉદ્દેશ્ય મુસાફરોને એરપોર્ટ પર ભોજન વધુ સસ્તું બનાવવા વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડવાનો છે. કાફેનો પ્રારંભ એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવાની વ્યાપક વ્યૂહરચનાનો એક ભાગ છે. તે હવાઈ મુસાફરીમાં વધુ લોકો માટે એક વ્યવહારુ વિકલ્પની ખાતરી કરે છે.
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડના ડિરેક્ટર જીત અદાણીએ જણાવ્યું હતુ કે “અમદાવાદ એરપોર્ટ પર અમારા મુસાફરોને બજેટ-ફ્રેન્ડલી નાસ્તા અને નાસ્તાની સુવિધા પૂરી પાડનાર ભારતના પ્રથમ ખાનગી એરપોર્ટ બનવાનો અમને આનંદ છે. ભારત સરકારના વિઝનને અનુરૂપ અમે હવાઈ મુસાફરીને સસ્તી અને મુસાફરો માટે સુલભ બનાવવાના મિશનને આગળ વધારવા સક્ષમ છીએ“.
ઉડાન યાત્રી કાફેના લોન્ચ સાથે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો હવે ઉડાનને વધુ સમાવિષ્ટ બનાવવાના સરકારના મિશન સાથે વ્યાજબી ભાવે ઉચ્ચ-ગુણવત્તાવાળા નાસ્તાનો આનંદ માણી શકે છે. આ પહેલ સસ્તી અને ઉચ્ચ-ગુણવત્તા ધરાવતી સુવિધાઓ પૂરી પાડવાના એરપોર્ટના પ્રયાસો દર્શાવે છે. તે મુસાફરોના સંતોષ અને સુવિધામાં નોંધપાત્ર વધારો કરે છે.