વિવાદાસ્પદ કેસમાં નવો ટ્વિસ્ટ -હિંદુ-મુસ્લિમ કપલનો પાસપોર્ટ થઇ શકે છે રદ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

થોડા સમય પહેલા એક હિંદુ-મુસ્લિમ કપલ સાથે પાસપોર્ટ ઓફિસમાં અપમાનજનક વર્તન કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ તે કપલે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે તેમને ધર્મ બદલવા પર દબાણ કરવામાં આવે છે. ધર્મ અને નામ બદલવુ તે તેમની અંગત બાબત છે. ત્યારે આ બાબત પર ત્વરિત એક્શન લઇને તેમને પાસપોર્ટ આપી દેવામાં આવ્યો હતો.

પાસપોર્ટ આપ્યા બાદ વેરિફીકેશન કરતી વખતે સામે આવ્યુ છે કે તન્વી કે જે હવે સાદિયા હસન છે તે સરનામા પર રહેતી જ નહોતી. તેમ છતાં તેણે પાસપોર્ટ ઓફિસમાં તે જ સરનામા વાળા પુરાવા આપ્યા હતા. હવે કદાચ તેમનો પાસપોર્ટ રદ પણ થઇ શકે છે.

આ કેસમાં એક ટ્વિસ્ટ આવ્યો હતો. પાસપોર્ટ ઓફિસમાં જ્યારે આ ઘટના બની ત્યારે એક વ્યક્તિએ આખી ઘટના નજરે જોઇ હતી. તે વ્યક્તિને કિડનેપ કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. હવે આ આખી ઘટના ગૂંચવાડા ભરી થઇ ગઇ છે. શા કારણે બંને જૂઠ્ઠુ બોલ્યા હશે અને કેમ તે વ્યક્તિને કિડનેપ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હશે તે તો સમય આવતા જ ખબર પડશે.

Share This Article