સૌથી જૂની મોટરસાઈકલ બ્રાન્ડ રોયલ એન્ફિલ્ડે પ્રોડક્શન ચાલુ રાખ્યું છે અને અમદાવાદમાં તેણે આજે જેની સૌથી વધુ રાહ જોવાય છે એવી ટ્વીન્સ મોટરસાઈકલ્સ લોન્ચ કરી છે. ઈન્ટરસેપ્ટર આઈએનટી 650 અને કોન્ટિનેન્ટલ જીટી 650 ગુજરાતમાં ડિસેમ્બર 2018થી 6 ડિલરશીપ્સમાં ઉપલબ્ધ છે અને તે ડિસેમ્બર 2018ના અંત સુધીમાં 10 ડિલરશીપ્સમાં ઉપલબ્ધ બનશે. રોયલ એન્ફિલ્ડે 650 ટ્વીન્સના લોન્ચ સાથે ઓનલાઈન મોટરસાઈકલ બુકિંગ સુવિધા પણ શરૂ કરી છે. વિશ્વભરના ગ્રાહકો www.royalenfield.comપર લોન ઈન કરી શકે છે અને તેમની ફેવરિટ ટ્વીન મોટરસાઈકલ કે અન્ય રોયલ એન્ફિલ્ડ મોટરસાઈકલ્સ, બૂકિંગ એમાઉન્ટ ચૂકવીને બૂક કરી શકે છે. જેની ડિલિવરીઝ ભારતભરમાં 750 ડિલરશીપ્સમાંથી શરૂ થશે.
ટ્વીન્સ મોટરસાઈકલ્સની કિંમત અંગે રોયલ એન્ફિલ્ડના ઈન્ડિયા બિઝનેસ હેડ શાજી કોશીએ કહ્યું હતું, ‘ગુજરાત અમારા માટે મહત્ત્વનું માર્કેટ છે અને અમને વિશ્વાસ છે કે ટ્વીન્સને અહીં જોરદાર પ્રતિસાદ મળશે. અમે અમારા ડિલર ટચપોઈન્ટસમાં છેલ્લા બે વર્ષમાં 28થી 40 સુધી વધારો કર્યો છે. રૂ. 250000/- ઈન્ટરસેપ્ટર આઈએનટી 650 માટે અને કોન્ટિનેન્ટલ જીટી 650 માટે રૂ. 265000/- (એક્સ શોરૂમ, ગુજરાત) જેટલી કિંમત રાથવામાં આવી છે. અમને ખાતરી છે કે આ મોટરસાઈકલ્સ ગુજરાત અને ભારતમાં મિડલ વેઈટ સેગમેન્ટમાં અમને વ્યાપ વધારવામાં મદદ કરશે. 650 ટ્વીન મોટરસાઈકલ્સ સાથે 3 વર્ષની વોરંટી અને રોડસાઈડ આસિસ્ટન્સ સર્વિસ આપવામાં આવે છે. અમારા ગ્રાહકો 40 જેન્યુઈન મોટરસાઈકલ એક્સેસરીઝમાંથી પસંદગી કરી શકે છે જેમાં બે વર્ષની વોરંટી મળે છે.
|
ગુજરાતમાં કિંમત(રૂ.માં*) |
Interceptor INT 650 – Standard [Orange Crush | Silver Spectre | Mark Three] |
250,000 |
Interceptor INT 650 – Custom [Ravishing Red | Baker Express] |
257,500 |
Interceptor INT 650 – Chrome [Glitter & Dust] |
270,000 |
Continental GT 650 – Standard [Black Magic | Ventura Blue] |
265,000 |
Continental GT 650 – Custom [Ice Queen | Dr. Mayhem] |
272,500 |
Continental GT 650 – Chrome [Mister Clean] |
285,000 |
(એક્સ શો રૂમ કિંમતો)
રોયલ એન્ફિલ્ડ ટ્વીન્સના લોન્ચ અંગે રોયલ એન્ફિલ્ડના પ્રેસિડન્ટ રૂદ્રતેજ સિંહે કહ્યું હતું, ‘રોયલ એન્ફિલ્ડ પાસે નફાકારકાતનો સાતત્યપૂર્ણ ટ્રેક રેકોર્ડ છે, જે સ્પર્ધાત્મક અને સ્થિર પ્રગતિ દર્શાવે છે, જે અનેક દાયકાઓથી તેના સિંગલ સિલિન્ડર પોર્ટફોલિયોમાં જોવા મળે છે. આજે અમે ગૌરવભેર તેમાં નવું પ્રકરણ ઉમેરી રહ્યા છીએ જેમાં રોયલ એન્ફિલ્ડની ગ્રોથ સ્ટોરીમાં નવો વેગ મળશે. અમારા પ્રથમ એવા કોન્ટિનેન્ટ્લ જીટી અને ઈન્ટરસેપ્ટર 650 ટ્વીન્સના વૈશ્વિક અને સાઈમલટેનસ લોન્ચથી અમારી નવી સફર શરૂ થશે. અમે તેને કેલિફોર્નિયામાં ત્યારબાદ યુરોપ અને પછી એશિયાપેસિફિકમાં લોન્ચ કરી છે અને હવે અમારી માતૃભૂમિ ભારતમાં લોન્ચ કરીએ છીએ. 650 ટ્વીન મોટરસાઈકલ્સથી અમારો પોર્ટફોલિયો વધુ વ્યાપક બન્યો છે અને આ સાથે અમને મિડલ વેઈટ સેગમેન્ટમાં વિશ્વભરમાં અમે ગંભીર ગ્લોબર પ્લેયર બની શક્યા છીએ. ભારતમાં પણ અમારા માટે નોંધપાત્ર કામગીરી રહી છે. અમે ભારતમાં 3.5 મિલિયન રોયલ એન્ફિલ્ડ ગ્રાહકો ધરાવીએ છીએ, જેમાંથી અનેક લોકો રોયલ એન્ફિલ્ડની પ્યોર મોટરસાઈકલીંગ ઓફર્સ માટે રાહ જૂએ છે. અમને લાગે છે કે તેઓ આ ટ્વીન્સને સૌપ્રથમ આવકારશે.’
તેમણે કહ્યું હતું, ‘મને વિશ્વાસ છે કે અમારી ટ્વીન મોટરસાઈકલ્સને લોન્ચ કરવા પાછળની મહેનતને રાઈડર્સ અને માલિકો દ્વારા મોટાપાયે આવકાર આપવામાં આવશે. આ સાથે મને લાગે છે કે અનેક પ્યોરિસ્ટ અને લિઝર મોટરસાઈકલિસ્ટ છે જેઓ રોયલ એન્ફિલ્ડ ટ્વીન્સ દ્વારા પ્રથમ વાર ખરીદશે.’
દરેક રોયલ એન્ફિલ્ડ કોન્ટિનેન્ટલ જીટી 650 ટ્વીન અને ઈન્ટરસેપ્ટર આઈએનટી 650 ટ્વીનમાં બિલ્ટ ઈન ફન ફેક્ટર છે જેના દરેક મોડેલમાં ખાસ અજાઈલ ચેસિસ કોમ્બિનેશન (કંપનીના યુકે ટેકનોલોજી સેન્ટર ખાતે લિજેન્ડરી સ્પોર્ટ્સ મોટરસાઈકલ ફ્રેમ બિલ્ડર હેરીસ પર્ફોર્મન્સ સાથે) આપવામાં આવે છે અને સરળ પણ અનોખું એર કૂલ્ડ 650સીસી એન્જિન પંચી છતાં યુઝર ફ્રેન્ડલી 47 હોર્સપાવર આપે છે.
ગોર્જિયસ એક્ઝોસ્ટ નોટ સાથે આ એન્જિન જોરદાર પુલિંગ પાવર ધરાવે છે અને સવારી વખતે મોટરસાઈકલ શહેરી ટ્રાફિકમાં પણ સરળતાથી સફરનો આનંદ આપે છે કે પછી ખુલ્લા રોડ પર રોમાંચક સવારી આપે છે જેમાં કોન્ટિનેન્ટલ જીટી 650 અને ઈન્ટરસેપ્ટર આઈએનટી 650 આ માટે અનુભવી અને નવીનતમ માલિકો માટે પરફેક્ટ મોટરસાઈકલીંગ પેકેજ આપે છે.
કોન્ટિનેન્ટલ જીટી 650 સ્પોર્ટિંગ રાઈડર્સને ખાસ તેની વૈકલ્પિક સિંગલ સીટ, સ્કલ્પટેડ ફ્યુલ ટેન્ક, રિઅરસેટ ફૂટરેસ્ટ અને રેસ સ્ટાઈલ ક્લીપ ઓન હેન્ડલબાર્સથી અપીલ કરે છે, જેમાં અર્ગોનોમિકલી ડિઝાઈન છે જેનાથી શહેરમાં તેની સવારી અનુકૂળ બનાવે છે તો હાઈવે કે અનિયમિત રોડ પર આ મોટરસાઈકલ્સ ખરેખર જીવંત બની જાય છે.
ઈન્ટરસેપ્ટર આઈએનટી 650 આ સાથે રોયલ એન્ફિલ્ડના 1960ની ટ્વીન્સની જેમ તેના ટીઅર ડ્રોપ ટેન્કને પરંપરાગત ની રીસેસીસ, આરામદાયક, ક્વિલ્ટેડ ડ્યુઅલ સીટ અને પહોળા બ્રેસ્ડ હેન્ડલબાર્સ ધરાવે છે, જે 1960માં કેલિફોર્નિયામાં પ્રચલિત હતા. તેની આરામદાયક અને કમાન્ડિંગ રાઈડીંગ સ્થિતિ ઈન્ટરસેપ્ટરને ફન અને પ્રેક્ટિકલ તમામ પ્રકારના રોડ પર બનાવે છે. શહેરી જંગલમાં તે માર્ગો પર કે શહેરની બહાર કે બીચ પર તેની સવારી અનોખો રોમાંચ આપે છે.આજે રાઈડર્સની ઈન્ડિવિજ્યુલિટી સાથે કોન્ટિનેન્ટલ જીટી 650 અને ઈન્ટરસેપ્ટર આઈએનટી 650 સ્ટાન્ડર્ડ, કસ્ટમ કે ક્રોમ વર્ઝન્સમાં મળે છે જેમાં તે સ્પેશિયલ પેઈન્ટ કલર્સ સાથે રેટ્રો વિકલ્પો પણ આપે છે અને પિન સ્ટ્રાઈપ્સથી લઈને રેટ્રો કૂલ બાર એન્ડ મિરર્સ ધરાવે છે, જેમાં વૈકલ્પિક ફ્લાઈ સ્ક્રીન્સ અને વૈકલ્પિક ફિનિશીસ જેમકે વ્હીલ્સ, લાઈટ્સ અને સસ્પેન્શન કમ્પોનન્ટ્સ ધરાવે છે.
આ બંને મોટરસાઈકલ્સ રોયલ એન્ફિલ્ડ ગીયર અને એપેરલ કે જે 1960થી પ્રેરિત છે તેનાથી સજ્જ છે અને તે કલ્ચરલ કોન્ટેક્સ્ટમાં કટ્સ અને સિલહોટે ધરાવે છે અને આ મોટરસાઈકલ્સના યુગને પ્રદર્શિત કરે છે. ક્લાઈમર અને સ્પિરિટ જેકેટ્સ, ટીશર્ટ, હેલમેટ, લિયો બૂટસ, એંકલ હાઈ સ્નીકર્સ અને કોર્ડુરા જિન્સ તથા સ્ટ્રીટબોર્ન ગ્લવ્ઝ, ગીયર રેન્જ, એસ્થેટિક ફ્યુસીસ ક્લાસીક સ્ટાઈલીંગ સમકાલીન ફંકશનાલિટી સાથે ધરાવે છે.
ઈન્ટરસેપ્ટર આઈએનટી 650 અને કોન્ટિનેન્ટલ જીટી 650 સાથે જેન્યુઈન મોટરસાઈકલ એક્સેસરીઝ પણ છે કે જે આરામદાયક, સ્ટાઈલીંગ અને પ્રોટેક્શન આપે છે અને તે રાઈડરને સેલ્ફ એક્સપ્રેસનની તક આપે છે. નવી ફંક્શનલ અને પ્રોટેક્ટિવ એક્સેસરીઝની રેન્જમાં એન્જિન ગાર્ડ, લિફ્ટીંગ હેન્ડલ, પેનીયર માઉન્ટસ અને ઓક્ઝિલરી ઈલેક્ટ્રીકલ પોર્ટ અને તેમાં સ્ટાઈલીંગ એક્સેસરીઝ જેમકે ક્રોમ અને સ્ટેનલેસ સ્ટીલ સાઈલેન્સર સ્લીપ, એક્રિલિક ફ્લાઈ સ્ક્રીન, સિંગલ અને ટ્વીન સીટ કાઉલ્સ અને સોફ્ટ કેનવાસ પેનીઅર્સ સામેલ છે.