કોઇ પાર્ટી, પક્ષ અથવા મંડળ સાથે ક્યારેય જોડાયો નથીઃ સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશ લઇને વિશ્વમાં એકલો ફર્યો છુંઃ પૂજ્ય મોરારી બાપુ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સત્ય, પ્રેમ અને કરૂણા રામાયણનો નિચોડ છે: પૂજ્ય મોરારી બાપુ

જાણીતા આધ્યાત્મિક ગુરુ અને રામચરિતમાનસના વક્તા પૂજ્ય મોરારી બાપૂએ આજે એક અત્યંત મહત્વપૂર્ણ સંદેશો પાઠવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હું માત્ર મારા ત્રિભુવન દાદાની પાઘડી, તેમણે આપેલી પોથી અને તેમણે આપેલી પાદુકા સાથે જ સંકળાયેલો છે. હું રામકથાનો નિચોડ એટલે કે સત્ય, પ્રેમ અને કરુણાનો સંદેશ લઇને વિશ્વભરમાં એકલો ફરું છું. મારું કોઇની સાથે જોડાણ નથી. હું કોઇ ગ્રૂપ, પાર્ટી કે મંડળ સાથે સંકળાયેલો નથી અને હંમેશા એકલો ફરું છું. મેં હંમેશાથી બધાની સાથે પ્રમાણિક અંતર રાખ્યું છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ (તલગાજરડા) હનુમાનજીનું સ્થાન છે અને અહીં કોઇપણ વ્યક્તિ આવી શકે છે. મારી વ્યાસપીઠ ઉપર બધાનો સ્વિકાર છે. સત્ય, પ્રેમ અને કરુણા ઉપર મારી પેટન્ટ નથી. કોઇપણ વ્યક્તિ આ સંદેશનો ઉપયોગ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આજે શ્રી શક્તિસિંહ ગોહિલ સાથે શ્રી સોનલબેન પટેલ શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુ, શ્રી પ્રદીપભાઈ દવે, શ્રી પંકજભાઈ પટેલ તથા શ્રુતિબેને તલગાજરડા ખાતે મોરારીબાપુની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બાપૂએ કહ્યું હતું કે, મને તેમના કાર્યક્રમ વિશે વિસ્તારપૂર્વક જાણકારી નથી. મારી વ્યાસપીઢ અને તલગાજરડામાં દરેકનું સ્વાગત કરું છું.

Share This Article