અમદાવાદમાં મિલકત મુદ્દે ભત્રીજાએ કાકાની હત્યા કરી

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુજરાતમાં દિવસેને દિવસે ગુનાઓનો રેશિયો વધતો જઈ રહ્યો છે, ત્યારે ફરી એકવાર અમદાવાદમાં હત્યાની ઘટના સામે આવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધુ એક વખત હત્યાની ઘટના સામે આવી છે. આ વખતે આ હત્યા મિલકત બાબતે સગા ભત્રીજાએ કાકાની હત્યા કર્યાનું નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયું છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા નિકોલ ગામની આ ઘટના છે. જેમાં શુક્રવારની સવારે સગા ભત્રીજાએ કાકાને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી નાખ્યા છે.

શુક્રવારની સવારે નિકોલ ગામમાં નરેન્દ્ર ઠાકોર નામના ભત્રીજાએ સગા કાકા વજેસિંગ ઠાકોર વચ્ચે મિલકતના ભાડા બાબતે તકરાર થઇ હતી અને આ તકરાર એ હદે પહોંચી ગઈ કે ભત્રીજા નરેન્દ્ર ઠાકોરએ સગા કાકાને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારીને મૃતદેહને પોતાના ઘરે જ મૂકી આવ્યો હતો. પરિવારના સભ્યોએ પ્રાથમિક સારવાર માટે શારદાબેન હોસ્પિટલ ખાતે લઇ જતા મૃત જાહેર કર્યા હતા. ત્યારે નિકોલ પોલીસે આરોપી ભત્રીજા નરેન્દ્ર ઠાકોર હત્યાનો ગુનો નોંધીને ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Share This Article