પોસ્ટ ગ્રેજ્યુએટ માટે NEETનું ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે રાષ્ટ્રીય એન્ટ્રસ ટેસ્ટ PG NEETનું ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. જે આ મહિનાની 19 માર્ચ સુધી ચાલુ રહેશે. પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓએ 1811 મેડિકલ કોર્સની બેઠકો અને 255 ડેન્ટલ કોર્સની બેઠકો માટે દરરોજ બપોરે 12થી 3 વચ્ચે અરજી કરી શકાશે.

ઉલ્લખેનીય છે કે, ગયા વર્ષે માત્ર તેનું રજીસ્ટ્રેશન જ ઓનલાઇન કરાયું હતું જ્યારે આ વર્ષે આખી પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન કરી દેવાઈ છે. PG NEET માટે એપ્લાય કરનાર દરેક વિદ્યાર્થીઓએ 19 માર્ચ પહેલા ઓનલાઇન ફોર્મ ભરીને બેંક પાસેથી PIN નંબર મેળવી લેવાના રહેશે. વિદ્યાર્થીઓને અગવડ ના પડે તે હેતુથી રાજ્યમાં અરજીકર્તાઓના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન માટે કુલ 18 જેટલા હેલ્પલાઇન સેન્ટર ખોલવામાં આવ્યા છે. જેના લીધે આ વખતે રાજ્યના વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ગાંધીનગરનો ધક્કો ખાવાની જરુર નહીં પડે. ઉપરાંત, દેશભરમાં PG મેડિકલ કોર્સમાં વધારવામાં આવેલ બેઠકોનો લાભ ગુજરાતને પણ મળશે. ગુજરાતના ફાળે 660 બેઠકો પૈકી 66 બેઠકો આવી છે. બીજીબાજુ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને PG મેડિકલ કોર્સની સમગ્ર પ્રવેશ પ્રક્રિયાને 25 માર્ચથી 5 એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવા જણાવ્યું છે.

Share This Article