સંસદમાં હાલમાં મોદી સરકાર-૨ના પ્રથમ બજેટને લઇને ચર્ચા ચાલી રહી છે. વર્ષ ૨૦૧૯-૨૦ માટે કુલ ખર્ચનો અંદાજ ૨૭૮૬૩૪૯ કરોડનો દર્શાવવામાં આવ્યો છે. છેલ્લા બજેટની જેમ જ આ બજેટને પણ ગામ, ગરીબ અને ખેડિતોના બજેટ તરીકે સરકાર ગણાવી રહી છે. અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહેલા દેશના ખેડુતોની આવક બે ગણી કરવાની વાત છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. મોદી સરકારે વારંવાર ખેડુતોની આવકને બે ગણી કરવાની ખાતરી આપી છે. જા કે ખેડુતોની આવક બે ગણી કઇ રીતે કરાશે તેને લઇને કોઇ વાત કરવામાં આવી રહી નથી.
બે ગણી આવક કરવા માટેના રસ્તા મક્કમ રીતે દર્શાવવામાં આવે તે જરૂરી છે. ખેડુતોની આવકને બેગણી કરવાના દાવામાં તપાસ કરવામાં આવે તો કેટલીક બાબતો ઉભરીને સપાટી પર આવી જાય છે. વર્ષ ૨૦૧૮-૧૯માં કૃષિ અને ખેડુત કલ્યાણ મંત્રાલય હેઠળ આવનાર વિભાગ-કૃષિ, સહકારિતા અને ખેડુત કલ્યાણ વિભાગના ખર્ચના અંદાજને સુધારીને ૬૭૮૦૦ કરોડ હતો. જેને વર્ષ ૨૦૧૯-૨૦માં આશરે ૯૨ ટકા વધારીને હવે ૧૩૦૪૮૫ કરોડ રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પ્રશંસાપાત્ર વૃદ્ધિ માટે મુખ્ય કારણ સામાન્ય ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનામાં તમામને લાભ મળશે. પ્રશંસાપાત્ર વધારા માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના છે. જેમાં ૧૪.૫ કરોડ ખેડુતોને દર વર્ષે ૬૦૦૦ રૂપિયા આપવામા આવનાર છે.
આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૯-૨૦માં ૭૫૦૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામા આવે તેવી સ્થિતી છે. છેલ્લા નાણાંકીય વર્ષમાં બે હેક્ટરથી ઓચી જમીનવાળા ૧૨.૫ કરોડ લઘુ અને સિમાંત ખેડુતોને આર્થિક મદદ કરવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ માત્ર અંતિમ ચાર મહિના સુધી જ ચાલી હતી. જેમાં ૨૦૦૦૦ કરોડની જાગવાઇ કરવામાં આવી હતી. આ વર્ષે તેની મર્યાદા વધારીને તમામ ખેડુતોને તેમાં સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ યોજનામાં આપવામા આવતી વાર્ષિક રકમ તો આ વર્ષે પણ ગયા વર્ષની જેમ જ ૬૦૦૦ રૂપિયા પ્રતિ ખેડુત પરિવાર જ છે. પરંતુ તેની મર્યાદા ખેડુતો માટે કોઇ શ્રેણી નહીં રાખીને વધારી દીધી છે. અવધિ અને ખેડુતોના અન્ય વર્ગોને સામેલ કરવામાં આવ્યા બાદ ખર્ચનો વધારો થયો છે. આ એક સ્વાગતરૂપ પહેલ છે.
તેમાં કોઇને શંકા નથી. જેમાં સરકારે સબસિડી અથવા તો લાભની રકમ સીધી રીતે ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. આ યોજના ભવિષ્યમાં અન્ય સબસિડીને પણ આ પ્રકારથી ખેડુતોના ખાતામાં સીધી રીતે પહોંચાડી દેવા માટેની યોજના બનાવવામાં આવી રહી છે. ખેડુતોને નાની અવધિ માટે મુખ્ય રીતે કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમતી આપવામાં આવતી લોન પર મળનાર વ્યાજ સબસિડીને ૨૦ ટકા વધારીને ૧૫૦૦૦ કરોડથી વધારીને ૧૮૦૦૦ કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની રકમ પણ ૧૨૯૭૫ કરોડથી વધારીને ૧૪૦૦૦ કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. આ વર્ષે દેશના કેટલાક રાજ્યોમાં દુકાળ, ઓછા વરસાદની સ્થિતી બનેલી છે. જેના કારણે વાવણી ઓછી રહી છે. પાકની વાવણી ઓછી રહેવાના કારણે પાક પર પ્રતિકુળ અસર રહેશે. દેશમાં પાણીની માંગ, ઉપલબ્ધતા અને પાનીની બર્બાદીને ધ્યાનમાં લઇને વિવિધ પગલા લેવામાઆવી રહ્યા છે.
દેશમાં પાણીની માંગ, ઉપલબ્ધતા અને પાણીની બર્બાદીને ધ્યાનમાં લઇને કેટલીક બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. ખેડુતોને પાકની ઘટતી જતી કિંમતોના લીધે સંરક્ષણ આપવા માટે બજાર દરમિયાનગીરી નીતિ બનાવવામાં આવી છે. સાથે સાથે મુલ્ય સમર્થન યોજનાની રકમને ૫૦ ટકા સુધી વધારીને ૩૦૦૦ કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. આવી જ રીતે રચવામાં આવેલી રાષ્ટ્રીય બાગવાની મિશનમાં બજેટને ૨૧૦૦ કરોડથી વધીને ૨૨૨૫ કરોડ કરવામા આવી છે. દેશમાં ખાદ્યાન્નના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા માટે કામ કરનાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશનના બજેટને ૧૫૧૦ કરોડ રૂપિયાની જે જાગવાઇ હતી તેને વધારીને ૨૦૦૦ કરોડ કરી દેવામાં આવી છે.