અમદાવાદ: વિદેશમાં અભ્યાસ કરવા ઉત્સુક વિદ્યાર્થીઓ માટે જરૂરી માર્ગદર્શન અને ઉપયોગી માહિતી પૂરી પાડવાના ઉમદા આશય સાથે અમદાવાદ શહેરમાં તા.૩૧મી જૂલાઇના રોજ એક ખાસ ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. એઇસીસી ગ્લોબલ દ્વારા શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં તા.૩૧મી જૂલાઇએ ઓસ્ટ્રેલિયા એડમીશન ડે અને મહત્વના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓસ્ટ્રેલિયમાં અભ્યાસ, યુનિવર્સિટીના વિવિધ કોર્સ, પ્રોગ્રામ અને સ્કોલરશીપ સહિતની ઝીણામાં ઝીણી જાણકારી અને માર્ગદર્શન વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ઉપલબ્ધ બનાવવામાં આવશે.
આ સત્રમાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ઓસ્ટ્રેલિયાની ટોચની ૩૦ યુનિવર્સિટીઓના નિષ્ણાત તજજ્ઞોને મળવાની અને તેમની પાસેથી વિદેશમાં અભ્યાસ સંબંધી તમામ સલાહ-માર્ગદર્શન વિનામૂલ્યે મેળવવાની ઉમદા તક પ્રાપ્ય બનશે એમ અત્રે એઇસીસી ગ્લોબલના બિઝનેસ હેડ મેઘના શાહે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશની યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઉત્સુક વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત અને નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. આ સંજાગોમાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને વિદેશમાં અભ્યાસ સંબંધી કાઉન્સેલીંગથી લઇ સ્કોલરશીપ અને વિઝાથી લઇ જોબ-પીઆરશીપ સહિતની તમામ જાણકારી અને માર્ગદર્શન ફ્રી મળી રહે તે હેતુથી એઇસીસી ગ્લોબલ દ્વારા આ ખાસ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે.
ઓસ્ટ્રેલિયા એડમીશન ડે ને લઇ ઓસ્ટ્રેલિયાથી ટોચની ૩૦ યુનિવર્સિટીઓના નિષ્ણાત તજજ્ઞો અને પ્રતિનિધિઓ ખાસ અહીં ભાગ લેવા આવવાના છે. જેઓ વિદ્યાર્થીઓના મૂલ્યાંકન અને જરૂરી ધારાધોરણો ચકાસ્યા બાદ જરૂર પડયે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને ઓન ધ સ્પોટ જ ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશની ઉમદા તક પૂરી પાડશે, જે નોંધનીય વાત કહી શકાય. એઇસીસી ગ્લોબલના બિઝનેસ હેડ મેઘના શાહે વધુમાં જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયાની વિવિધ સંસ્થાઓ વિદ્યાર્થીઓને જુદા જુદા પ્રકારની સ્કોલરશીપ પણ ઓફર કરતી હોય છે, તેથી લાયકાત અને પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ટયુશન ફી પર ૧૦થી ૫૦ ટકા સુધીની સ્કોલરશીપ પણ મેળવી શખે છે. વિદેશની યુનિવર્સિટીમાં પ્રવેશ અરજી કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા એડમીશન ડેમાં ઉપસ્થિત રહીને એપ્લિકેશન તેમ જ પ્રોસેસીંગ ફીમાં પણ ઘણી રાહત મેળવી શકશે.
એઇસીસી ગ્લોબલ આયોજિત ઓસ્ટ્રેલિયા એડમીશન ડેમાં ગ્રુપ ઓફ ૮ યુનિવર્સિટીઝ, એટીએન(ઓસ્ટ્રેલિયા ટેકનોલોજી નેટવર્ક) યુનિવર્સિટીઝ સહિતની ટોચની સંસ્થાઓ ભાગ લેશે. આ યુનિવર્સિટીઓ કોર્સીસ-પ્રોગ્રામની વિશાળ શ્રેણીઓ ઓફર કરે છે, જેમાં વિવિધ ક્ષેત્રોમાં ૧૪૦થી વધુ બેચલર્સ, માસ્ટર્સ અને ડબલ ડિગ્રીના વિકલ્પો પણ ઉપલબ્ધ છે. એઇસીસી ગ્લોબલ દ્વારા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અમેરિકા, લંડન, કેનેડા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં ઉચ્ચ અભ્યાસ માટે સ્ટુન્ડટ વિઝાથી લઇ કાઉન્સેલીંગ, અભ્યાસક્રમ, પ્રોગ્રામ, સ્કોલરશીપ, પીઆરશીપ સહિતની ઝીણામાં ઝીણી માહિતી અને માર્ગદર્શન વિનામૂલ્યે પૂરી પાડે છે. અમારો આશય વિદ્યાર્થીઓ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જાય અને પોતાની કારકિર્દી બનાવે તે જ છે એમ તેમણે ઉમેર્યું હતું.