આધાર હાઉસિંગ ફાઇનાન્સનો એનસીડી ઇશ્યૂ ૧૪ સપ્ટેમ્બરે

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

અમદાવાદ: નેશનલ હાઉસીંગ બેંક(એનએચબી)માં રજિસ્ટર્ડ ડિપોઝિટ સ્વીકારતી હાઉસિંગ ફાઇનાન્સ કંપની તથા ભારતમાં આર્થિક રીતે નબળાં વર્ગ (ઇડબલ્યુએસ) અને ઓછી આવક ધરાવતાં જૂથ(એલઆઇજી) સેગમેન્ટ માટે વાજબી હાઉસિંગ ફાઇનાન્સ યોજનાઓ પર કેન્દ્રિત કામગીરી ધરાવતી આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (કંપની) વિવિધ સેગમેન્ટનાં ગ્રાહકોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે વિવિધ પ્રકારનાં કસ્ટમાઇઝ નાણાકીય ઉત્પાદનો પૂરાં પાડવા ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (કંપની) દ્વારા ટિઅર-૨થી ટિઅર-૪ શહેરો અને નગરોમાં તા.૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૮નાં રોજ રૂ. ૧,૦૦૦ની ફેસ વેલ્યુનો સીક્યોર્ડ રીડીમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી) લાવવાની દરખાસ્ત રજૂ કરાઇ છે, જેની કુલ રકમ રૂ. ૫૦,૦૦૦ લાખ (બેઝ ઇશ્યૂ સાઇઝ) છે, જે રૂ. ૯૦,૦૦૦ લાખનું ઓવરસબસ્ક્રિપ્શન જાળવવાનો વિકલ્પ ધરાવે છે.

આ રીતે એનસીડીની કુલ સાઇઝ રૂ. ૧,૪૦,૦૦૦ લાખ થઈ શકે છે (ટ્રેન્ચ ૧ ઇશ્યૂ લિમિટ) (ટ્રેન્ચ ૧ ઇશ્યૂ). આ ઇશ્યૂ તા.૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૮નાં રોજ બંધ થશે એમ અત્રે કંપનીના ચીફ ફાયનાન્શીયલ ઓફિસર અનમોલ ગુપ્તા અને ચીફ બિઝનેસ હેડ રિશી આનંદે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ગરીબ અને નબળા વર્ગના લોકો માટે જે પ્રકારે આવાસો બાંધવાની જાહેરાત કરાઇ છે અને જે પ્રકારે ઇડબલ્યુએસ અને એલઆઇજી સેગમેન્ટમાં કામ ચાલી રહ્યું છે તે જાતાં હાઉસીંગ ફાયનાન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી ઉજળી અને વિપુલ તકો રહેલી છે. આગામી ૨૦૨૨ સુધીમાં દેશભરમાં શહેરી વિસ્તારમાં અંદાજે બે કરોડથી વધુ આ સેગમેન્ટ માટે બે કરોડથી વધુ આવાસો બંધાશે, જયારે ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ કરોડથી વધુ આવાસો નિર્માણ કરવાનું આયોજન છે., જેમાં ભારતમાં આર્થિક રીતે નબળાં વર્ગ (ઇડબલ્યુએસ) અને ઓછી આવક ધરાવતાં જૂથ(એલઆઇજી) સેગમેન્ટ માટે વાજબી હાઉસિંગ ફાઇનાન્સ યોજનાઓ પર કામ કરતી આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (કંપની) પણ તેનું મહત્વપૂર્ણ યોગદાન આપશે. આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિ.ના ચીફ ફાયનાન્શીયલ ઓફિસર અનમોલ ગુપ્તા અને ચીફ બિઝનેસ હેડ રિશી આનંદે જણાવ્યું હતું કે, આ ઇશ્યૂ હેઠળ ઇશ્યૂ થનાર પ્રસ્તાવિત એનસીડીને રૂ. ૩,૦૦,૦૦૦ લાખની રકમ માટે કેર રેટિંગ્સ લિમિટેડ (કેર) દ્વારા કેર એએપ્લસ(એસઓ)(સંભવિતતાઃસ્થિર) અને બ્રિકવર્ક રેટિંગ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ રેટિંગ (બ્રિકવર્ક) દ્વારા બીડબલ્યુઆર એએપ્લસ (એસઓ)(સંભવિતતાઃસ્થિર) રેટિંગ આપવામાં આવ્યું છે.

જે સૂચવે છે કે આ રેટિંગ ધરાવતાં માધ્યમો નાણાકીય જવાબદારીઓ સમયસર અદા કરવાની ઊંચી સલામતી ધરાવે છે. ઇશ્યૂની ફાળવણી વહેલા એ પહેલાનાં ધોરણે થશે. ઇશ્યૂનું માળખું ત્રણ વર્ષની મુદત માટે (કેટેગરી ૧,૨,૩ અને ૪) સીરિઝ-૧ : વ્યાજની ચુકવણી એનએની ફ્રીક્વન્સી. કૂપન રેટઃ એનએ. અસરકારક વળતરઃ ૯.૬૦ ટકા. સીરિઝ-૨ : વ્યાજની ચુકવણી વાર્ષિક ફ્રીક્વન્સી. કૂપન રેટઃ ૯.૬૦ ટકા. અસરકારક વળતરઃ ૯.૫૯ ટકા પ્રમાણે રહેશે. પાંચ વર્ષની મુદત માટે (કેટેગરી ૧,૨,૩, અને ૪) સીરિઝ-૩ ઃ વ્યાજની ચુકવણીની માસિક ફ્રીક્વન્સી. કૂપન રેટઃ ૯.૨૫ ટકા. અસરકારક વળતરઃ ૯.૬૫ ટકા. સીરિઝ -૪ : વ્યાજની ચુકવણીની વાર્ષિક ફ્રીક્વન્સી. કૂપન રેટઃ ૯.૬૫ ટકા. અસરકારક વળતરઃ ૯.૬૪ ટકા મુજબ રહેશે. જયારે દસ વર્ષની મુદત માટે (કેટેગરી ૧,૨,૩ અને ૪)સીરિઝ-૫ઃ વ્યાજની ચુકવણીની માસિક ફ્રીક્વન્સી. કૂપન રેટઃ ૯.૩૫ ટકા. અસરકારક વળતરઃ ૯.૭૫ ટકા. સીરિઝ-૬ :  વ્યાજની ચુકવણીની વાર્ષિક ફ્રીક્વન્સી. કૂપન રેટઃ ૯.૭૫ ટકા. અસરકારક વળતરઃ ૯.૭૪ ટકા પ્રમાણે રહેશે. એનસીડીનાં પબ્લિક ઇશ્યૂની ચોખ્ખી આવકનો ઓછામાં ઓછાં ૭૫ ટકા હિસ્સાનો ઉપયોગ આગળ જતાં ધિરાણ, લોન તથા કંપનીનાં હાલનાં ઋણધારકોનાં વ્યાજ અને મુદ્દલની પુનઃચુકવણી માટે થશે. સાધારણ કોર્પોરેટ ઉદ્દેશો માટે મહત્તમ ૨૫ ટકા ભંડોળનો ઉપયોગ થશે. એનસીડીનાં શેલ્ફ પ્રોસ્પેક્ટસ મારફતે ઓફર કરવામાં આવ્યો છે અને ટ્રેન્ચ-પ્રોસ્પેક્ટ્‌સ બીએસઈ લિમિટેડ (બીએસઇ) પર લિસ્ટેડ થશે એવી દરખાસ્ત છે.

Share This Article