અમદાવાદ: રાજ્ય સરકારે તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં નવરાત્રી વેકેશન જાહેર કરી દીધું છે તો બીજું બાજુ સીબીએસઈ બોર્ડ હેઠળ આવતી શાળાઓ નવરાત્રી વેકેશનને લઈને હજુ સુધી અવઢવમાં છે. રાજય સરકારના નિર્ણયમાં સીબીએસઇની કેટલીક શાળાઓ સંમંત નથી, તેને લઇ નવરાત્રિ વેકેશનને લઇ સીબીએસઇ શાળાઓમાં અસમંજસભરી સ્થિતિ સર્જાઇ છે. કેટલીક સીબીએસઇ શાળાઓએ તો અત્યારથી જ નવરાત્રિમાં રજા નહીં રાખવાનો નિર્ણય કર્યો છે તો કેટલી શાળાઓએ નવરાત્રીમાં રાબેતા મુજબ શાળાઓ ચાલુ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ શિક્ષણ પ્રધાન દ્વારા નવરાત્રિ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે.
જે મુજબ, પ્રાથમિક શાળાઓમાં પણ તેની મંજૂરી સાથે જ તા.૧૦ થી ૧૭ ઓક્ટોબર સુધી નવરાત્રિ વેકેશન રહેશે. તા.પ થી ૧૮ નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે અને બાદમાં ૧૯મીથી બીજું શૈક્ષણિક સત્ર ચાલુ થશે. આ બાબતે શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીએ સંકલનમાં રહીને વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે.
શિક્ષણાધિકારીએ આ પરિપત્રની જાણ સરકારી, ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પીટીસી કોલેજો અને તાબા હેઠળની તમામ શાળાઓને કરવાની રહેશે. સીબીએસસી બોર્ડની શાળાઓ નવરાત્રીમાં વેકેશન નહીં રાખવા માટે મક્કમ બની છે. વાલીઓને નવરાત્રિ વેકેશન ન આપવાની સાથે જ ર૧ દિવસનું દિવાળી વેકેશન આપવાની વાત પણ કરવામાં આવી છે. સીબીએસઈ સ્કૂલ સાથે સંકળાયેલ એક આધારભૂત અધિકારીએ જણાવ્યું હતું કે, નવરાત્રીમાં શાળાઓ રાબેતા મુજબ ચાલશે, કારણ કે વિદ્યાર્થીઓના અભ્યાસ પર ગંભીર અસર થવાની શક્યતા રહેલી છે. તેને લઇ સીબીએસઈ શાળાએ રજા નહીં આપવાનો નિર્ણય કર્યો છે. જા કે, સીબીએસઇ શાળાઓમાં પ્રવર્તતી અસમંજસભરી પરિÂસ્થતિને લઇ હાલ તો સીબીએસઇ શાળાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ દ્વિધાભરી સ્થિતિમાં મૂકાયા છે.