નવરાત્રિ દરમિયાન માની ઉપાસના

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

* નવરાત્રિ દરમિયાન માની ઉપાસના *

નોરતાં  એટલે માની પૂજા અને વંદનાની નવરાત્રિનો સમૂહ. જેમાં મુખ્ય આસો માસની અને ચૈત્રમાસની નવરાત્રિ  છે. ચૈત્રની નવરાત્રિ વસંતથી ગ્રીષ્મ તરફના મોસમના ગમન અને આસોની નવરાત્રિ શરદથી શિયાળા તરફની મોસમ ના પ્રયાણની શરુઆતમાં આવે છે. આ બંને સમય ગાળા ને ધ્યાનથી નિહાળીએ તો એ દરમિયાન લોકો ખાસ કરીને ખેડૂત વર્ગને  કામગીરીમાં રાહત મળેલી હોય છે અને ભક્તિ તો તમે કંઇક અંશે હળવાશ અનુભવતા હો ત્યારે જ વધારે ધ્યાન આપીને કરી શકો. એમાં ય માની – જગદંબાની ઉપાસના કરવાનું  કાર્ય માનીએ એટલું સરળ પણ નથી જ.

  • નવરાત્રિ દરમિયાન જે અનુષ્ઠાન કરવામાં આવે છે તે જ તે વ્યક્તિની ચુસ્તતા, ધૈર્ય અને દ્રઢ સંકલ્પની કસોટી રૂપ છે.
  • એકમના દિવસે ઘરમાં શુભ ચોઘડિયામાં માતાજીનું સ્થાપન કરવામાં આવે છે.
  • ખાસ કરીને માની પૂજામાં બહેનો વધારે રસ તરબોળ બની જતી જોવા મળે છે.
  • ઘણા ભાઇઓ પણ નવરાત્રિ દરમિયાન માતાજીનું અનુંષ્ઠાન કરતા હોય છે.
  • માતાજીને ફળ સૂકામેવા વગેરેનો શક્તિ મુજબ પ્રસાદ પણ ધરાવવામાં આવે છે.
  • કેટલીક બહેનો નવે નવ દિવસ એકટાણું કરે છે તો કોઇ કોઇ બહેન તો કશું પણ લીધા વિના ન કોરડા ઉપવાસ પણ  કરે છે.
  • તેમની માતાજી પ્રત્યેની શ્રધ્ધા તેમને અનુંષ્ઠાન માટે  જરૂરી બળ પૂરુ પાડે  છે.

કેટલીક જગાએ તો બહેનો નવે નવ દિવસ આનંદના ગરબા પણ ગવડાવે છે. આજકાલ આનંદના ગરબા દ્વારા માની ઉપાસના કરવાનું ચલણ ઘણું વધેલુ જણાય છે. આનંદના ગરબામાં માતાજીનો છંદ, દોહરા, સાખીઓ, શ્રી ચામુંડા ચાલીસા, શ્રી બહુચર બાવની, આનંદનો ગરબો, મા બહુચરની સ્તુતિ, માતાજીનો થાળ. માતાજીની ધૂન વગેરેની બહેનો ભક્તિ અને ભાવપૂર્વક રમઝટ બોલાવે છે.

અંતમાં નવરાત્રિ દરમિયાન માની ઉપાસના કરનાર સર્વે માઇ ભક્ત બહેનો અને ભાઇઓ પર માતાજીની અસીમ કૃપા વરસે એવી પ્રાર્થના.જય માતાજી.

  • અનંત પટેલ

anat e1526386679192

Share This Article