અમદાવાદ : જેની ઉત્સુક્તાપૂર્વક ખેલૈયાઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે નવરાત્રી ઉત્સવની આવતીકાલથી પરંપરાગત રીતે ભવ્ય શરૂઆત થઈ રહી છે. નવરાત્રી ઉત્સવની મજા માણવા માટે ખેલૈયાઓ છેલ્લા ઘણા સમયથી ઉત્સુક હતા અને આ ઉત્સક્તાનો હવે અંત આવી ગયો છે. છેલ્લા ઘણા દિવસથી આની પ્રેક્ટીસ પણ કરવામાં ખેલૈયાઓ વ્યસ્ત હતા. અમદાવાદમાં જુદી જુદી સોસાયટીઓ, પાર્ટીપ્લોટ, ક્લબમાં પણ જોરદાર આયોજન કરવામાં આવ્યું છે.
- અમદાવાદ સહિત રાજ્યભરમાં આવતીકાલથી નવરાત્રીની ધૂમ રહેશે
- અમદાવાદ અને રાજ્યના જુદા જુદા ભાગો અને તમામ મોટી સોસાયટીમાં નવરાત્રીનુ આયોજન કરવામાં આવ્યુ છે
- પાર્ટી પ્લોટ અને ક્લબમાં વખતે અનેક નવા આકર્ષકો ઉમેરવામાં આવ્યા છે
- ઘણી જગ્યાએ તો ખેલૈયાઓને તકલીફ ન પડે તે માટે જુદા જુદા પેવેલિયન બનાવી દેવામાં આવ્યા છે.જેથી તેમને અન્યો પણ માણી શકશે
- અવ્યવસ્થા ન સર્જાય તે માટે પણ પા‹કગ સહિતની વ્યવસ્થા ઉભી કરાઈ છે
- પાર્ટી પ્લોટ, સોસાયટીઓ, જુદી જુદી ક્લબોમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું
- છેલ્લા ઘણા દિવસથી ખેલૈયાઓ તૈયારીમાં વ્યસ્ત હતા
- ખેલૈયાઓને ખરીદીમાં મોંઘવારી પણ નડી રહી નહતી
- નવરાત્રી ઉત્સવ દરમિયાન કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ખાસ આયોજન કરાયું
- નવરાત્રી ઉત્સવવેળા ઘરમાં પણ માતા અંબેની સ્થાપના કરવામાં આવે છે
- ૯ દિવસ સુધી ધાર્મિક માહોલના રંગમાં લોકો રંગાયેલા રહેશે
- મોડી રાત સુધી નવરાત્રીની મજા લોકો માણી શકશે
- લાઉડ સ્પીકર ૧૨ વાગ્યા સુધી જ વગાડવાની મંજુરી
- નાની હોટલ, રેસ્ટોરન્ટ જે લાઈસન્સ ધરાવે છે તે ૧ વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે
- વાઈબ્રન્ટ નવરાત્રીનું જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જબરદસ્ત આયોજન કરાયું
- વાઈબ્રન્ટ ખાતે છેલ્લા ઘણા દિવસથી તૈયારી ચાલી રહી હતી.