નવરાત્રીના દિવસો ખુબ જ પવિત્ર હોય છે. ભગવતી માતાની જે લોકો સાચા મનથી પુજા કરે છે તેમના તમામ કષ્ટ ચોક્કસપણે દુર થાય છે. નવરાત્રીની શરૂઆતના દિવસે પરંપરા મુજબ સૌથી પહેલા માતાજીની પુજા પહેલા ઘરમાં ઘટની સ્થાપના કરવામાં આવે છે. ત્યારબાદ નવ દિવસ સુધી માતાજીન વિશેષ પુજા કરવામાં આવે છે. માતાજી હમેંશા પોતાના તમામ ભક્તોની તકલીફો દુર કરતા રહે છે. માતા પોતાના તમામ ભક્તો પર કૃપા વરસાવે છે અને તેમની તમામ પિડા દુર કરે છે. જાણકાર લોકો અને પંડિતો તેમજ જ્યોતિષ એમ પણ કહે છે કે જા રાશી મુજબ માતાજીની પુજા કરવામાં આવે તો તમામ મનોકામના વહેલી તકે પૂર્ણ થાય છે.
મેષ રાશીના લોકોએ સ્કન્દમાતાની પુજા કરવા માટે કહેવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે પુજામાં લાલ રંગના પુલ અર્પિત કરવામાં આવે છે. આની સાથે સાથે દુર્ગા સપ્તશતી અથવા તો દુર્ગા ચાલીસાનુ પઠન કરીને માતાજીના આશીર્વાદ મેળવી શકાય છે. વૃષભ રાશીના જે લોકો રહેલા છે તે લોકોએ માતા ભગવતીના મહાગૌરી સ્વરૂપની પુજા કરવી જોઇએ. સાથે સાથે સુગંધિત ફુલ અર્પિત કરવા જોઇએ. ત્યારબાદ લલિતા સહ†નામ અને સિદ્ધીકુંજિકાસ્ત્રોવના પાઠ કરવા જોઇએ. જા શક્ય હોય તો માતાજીના ચરણમાં ચાંદીના આભુષણ પણ મુકવા જાએ. મિથુન રાશીના શ્રદ્ધાળુઓએ માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવી જોઇએ. સાથે સાથે કપુરની સાથે માતાના દરબારમાં પુજા કરવી જોઇએ. પુજા બાદ ઓમ શિવ શક્ત્યૈ નમ મંત્રના ૧૦૮ વખત જાપ કરવાથી ફાયદો થાય છે.
સાથે સાથે લીલી સાડી દાનમાં આપવાથી ફાયદો થાય છે. કર્ક રાશી સાથે જાડાયેલા શ્રદ્ધાળુઓએ આ નવ દિવસ દરમિયાન શૈલીપુત્રી માતાની પુજા કરવી જોઇએ. સાથે સાથે લક્ષ્મી સહ†નામના પાઠ કરવા જાએ. માતાજીની લાલ અને પીળા ફુલ અર્પિત કરવા જોઇએ. આવી જ રીતે સિંહ રાશી ધરાવતા શ્રદ્ધાળુઓ માટે પણ કેટલાક સુચન કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે માતા ભગવતીના કુષ્માંડા સ્વરૂપની પુજા કરવી જોઇએ. આના બાગરૂપે માતાને લાલ ફુલ ચોક્કસ અર્પિત કરવા જોઇએ. દરરોજ દુર્ગા સપ્તશતિના પાઠ કરવા જોઇએ. માતાજીના મંત્રને ઓછામાં ઓછા પાંચ વખત જાપ કરવા જોઇએ. પાંચ માળાનુ જાપ કરવા માટે પણ પંડિતો સલાહ આપે છે. કન્યા રાશી ધરાવતા શ્રદ્ધાળુઓએ નવ દિવસ સુધી માતા બ્રહ્યચારિણીની પુજા કરવી જોઇએ.
માતાને લાલ ફુલ અર્પિત કરવા જોઇએ. સાથે સાથે નવ કન્યાને લાલ ચુંદડી આપવી જોઇએ. દરરોજ એક માળા લક્ષ્મી મંત્રોના જપ અને દુર્ગા ચાલીસાનુ પઠન કરવા માટે પંડિતો સલાહ આપે છે. જે લોકો તુલા રાશી સાથે જાડાયેલા છે તે લોકો માટે પણ સલાહ છે. આ રાશીના જાતક લોકોએ મહાગૌરીની પુજા કરવી જોઇએ. સાથે સાથે દરરોજ માતા કાળી અન ત્યારબાદ દુર્ગા સપ્તશતના પ્રથમ ચરિત્રનુ પઠન કરવુ જોઇએ. માતાજીને પીળા ફુલ અર્પણ કરવા જોઇએ. વૃશ્ચિક રાશીના લોકોએ માતા સ્કંદમાતાની પુજા કરવી જોઇએ. દરરોજ દુર્ગા માતાના સપ્તમીના પાઠ કરવા જોઇએ. આની સાથે જ અડહુલના પુષ્પ અર્પિત કરવા જોઇએ. ધનુ રાશીના લોકોએ માતા ચન્દ્રઘંટાની પુજા કરવી જોઇએ. સાથે સાથે શ્રીરામરક્ષાના સ્તોત્રના પઠન કરવા જોઇએ. જો શક્ય હોય તો પોતાના આવાસ પર જરૂરિયાતવાળા લોકોને ભોજન કરાવવુ જોઇએ.
મકર રાશી સાથે જાડાયેલા લોકોએ ભગવતીના કાળી રાત્રિ સ્વરૂપની પુજા કરવી જોઇએ. સાથે સાથે નર્વાણ મંત્રનુ સવાર સાંજે પઠન કરવુ જોઇએ. જે ભક્ત માતા કાળીને પ્રસન્ન કરી લે છે તે વ્યક્તિના જીવનમાં કોઇ કમી રહેતી નથી.જુદી જુદી રાશિ ધરાવતા લોકોને તેમની રાશિ મુજબ પુજા કરવાની સલાહ આપવામાં આવે છે. રાશિ મુજબ પુજા કરવાને લઇને શ્રદ્ધાળુઓના જુદા જુદા અભિપ્રાય રહેલા છે. રાશિ મુજબ પુજા કરવાથી ફાયદો થાય છે. પરંપરા મુજબ માતાની પુજા કરાય છે. તમામ જુદી જુદી રાશિ સાથે જોડાયેલા હોય છે.