ભારતમાં કોરોનાના વધતા જતા જોખમ વચ્ચે કેન્દ્ર સરકારે ચાર દિવસ પહેલાં ભારત બાયોટેકની નેઝલ વેક્સિન (નાકથી લેવાની રસી)ને મંજૂરી આપી હતી. હવે આ વેક્સિનના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જાહેર થયેલા ભાવ મુજબ નેઝલ વેક્સિન ખાનગી હોસ્પિટલમાં ૮૦૦ રૂપિયામાં અને સરકારી હોસ્પિટલમાં ૩૨૫ રૂપિયામાં આપવામાં આવશે. બંનેમાં ૫ ટકા જીએસટી અલગથી લેવાશે એટલે ૮૪૦ રુપિયામાં અને ૩૪૫ રૂપિયામાં ટેક્સ સાથે આ રસી પડશે. હાલ આપણને સ્નાયુમાં ઈન્જેક્શન દ્વારા વેક્સિન લગાવવામાં આવે છે. આ વેક્સિનને ઈન્ટ્રામસ્ક્યુલર વેક્સિન કહે છે. નેઝલ વેક્સિન એ હોય છે જેને નાક દ્વારા આપવામાં આવે છે. તેને ઈન્ટ્રાનેઝલ વેક્સિન કહેવામાં આવે છે. એટલે કે તેને ઈન્જેક્શનથી આપવાની જરૂર નથી અને ન તો ઓરલ વેક્સિનની જેમ પીવડાવવામાં આવે છે.
આ એક રીતે નેઝલ સ્પ્રે જેવી છે. નેઝલ વેક્સિનના ચાર ટીપાં એક જ વખત નાકમાં નાખવાના રહેશે. આ જનરલ ટીપાં નથી પણ રસી છે એટલે વારેવારે નાકમાં નહીં નંખાય. પહેલીવાર પણ ડોક્ટરની સલાહ લઈને વેક્સિન વાપરવી. આનાથી ફાયદો એ થશે કે સોયવાળી વેક્સિન લેવી નહીં પડે. જેમણે બૂસ્ટર ડોઝ નથી લીધો તે ડોક્ટરને પૂછીને નેઝલ વેક્સિન લઈ શકે છે. આ વેક્સિન નાકમાં નાંખવાના ટીપાં રૂપે જ અપાશે અને તે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આપવામાં આવશે.
આજે દેશભરનાં કોવિડ હેલ્થ સેન્ટરો પર મોકડ્રિલ શરૂ થઈ ગઈ છે. દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ સફદરજંગ હોસ્પિટલની મુલાકાત લઈને મોકડ્રિલની સમીક્ષા કરી હતી. તેમણે હોસ્પિટલના અધિકારીઓ સાથે વાત કરી છે. ઓક્સિજન સપ્લાય અને વેન્ટિલેટર માટે કરવામાં આવેલી તૈયારીઓ વિશે માહિતી મેળવી. તમામ રાજ્યોમાં મોકડ્રિલ કરવામાં આવ્યું છે. આરોગ્યમંત્રી કોરોના માટે હોસ્પિટલોમાં કરવામાં આવેલી તૈયારીઓની તપાસ કરી રહ્યા છે. એ જ સમયે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને પણ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. ૨૦૨૦-૨૧માં આ વસ્તુઓની ભારે અછત હતી. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર આ વ્યવસ્થાઓને મજબૂત રાખવા માગે છે.
બીજી તરફ દિલ્હી સરકાર કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી રહી છે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે દવાઓની ખરીદી અને અન્ય વ્યવસ્થા માટે ૧૦૪ કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્યમંત્રી વિશ્વાસ સારંગે મધ્યપ્રદેશમાં કોવિડ-૧૯ પર આયોજિત મોકડ્રિલનું નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું હતું કે કોરોનાની સ્થિતિ ચિંતાજનક નથી છતાં આપણે સતર્ક રહેવું પડશે. તેમણે કહ્યું હતું કે આજે મારો જન્મદિવસ છે, પરંતુ મહામારીના વધતા જતા પ્રકોપને કારણે હું જન્મદિવસની ઉજવણી નહીં કરું. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશથી આવનારા નાગરિકો પર વોચ રાખવા માટે સરકારી શિક્ષકોને એરપોર્ટની ડ્યૂટીમાં લગાડી દેવામાં આવ્યા છે. બીજી તરફ, બિહારના બૌદ્ધ ગયામાં વિદેશથી આવનારા લોકોના ટેસ્ટિંગ દરમિયાન ૧૧ વિદેશી નાગરિક કોવિડ પોઝિટિવ મળ્યા છે, જેમાંથી એક ઈંગ્લેન્ડના અને ૧૦ મ્યાનમાર તથા બેંગકોકના નાગરિક છે.કાનપુરમાં કોવિડ-૧૯ દર્દીઓ માટે આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો. બીજી તરફ, દેશભરમાં યોજાનારી આ મોકડ્રિલમાં તમામ રાજ્યોના આરોગ્યમંત્રીઓ પણ ભાગ લેશે, સાથે જ આઇએમએએ પણ લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. જણાવી દઈએ કે ૨૦૨૦-૨૧માં આ વસ્તુઓની ભારે અછત હતી. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર આ વ્યવસ્થાઓને મજબૂત રાખવા માગે છે. દેશમાં યોજાનારી મોક ડ્રીલ ચીનની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહી છે. કોવિડને ધ્યાનમાં રાખીને, દેશના તમામ જિલ્લાઓમાં આરોગ્ય સુવિધાઓની ઉપલબ્ધતાનું મૂલ્યાંકન કરવામાં આવશે.
દરમિયાન, ઘણા રાજ્યોએ કોવિડને નિયંત્રણમાં રાખવા માટે તેમના પોતાના પગલાંની જાહેરાત કરી છે.આજે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કોવિડ મોકડ્રીલની સમીક્ષા કરવા સફદરજંગ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેની સાથે જ દેશભરની તમામ કોવિડ હોસ્પિટલોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું . મોક ડ્રીલ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું કે, વડાપ્રધાન દ્વારા પણ તમામ નાગરિકને સાવચેત રહેવા અપીલ કરાઈ છે. હોસ્પીટલમાં આરોગ્ય સ્ટાફની હાજરી અંગે તપાસ અને જાણકારી માટે આરોગ્ય પ્રધાનએ ત્યાં મુલાકાત લીધી હતી.આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, જે રીતે વિશ્વમાં કોરોના વધી રહ્યો છે તે રીતે દેશમાં કોરોના ન વધે તે માટે મોકડ્રીલ કરવામાં આવી રહી છે.