ગુજરાતમાં વધુ એક કથિત ઢોંગી સંતને તેના કર્મોની સજા આખરે મળી ગઇ છે. સુરતની કોર્ટે પહેલા જ જેલની હવા ખાઇ રહેલા પિતા આસારામ બાદ હવે પુત્ર નારાયણ સાંઇને પણ બળાત્કારના કેસમાં આજીવન કારાવાસની સજા ફટકારી દીધી છે. નારાયણ સાંઇના પિતા આસારામ પણ પહેલા જ આજીવન કારાવાસની સજા કરવામાં આવી ચુકી છે. આસારામને સગીરા શિષ્યા સાથે બળાત્કારના કેસમાં સજા કરવામાં આવી હતી. આસારામ હાલમનાં જાધપુરની કોર્ટમાં જેલમાં હવા ખાઇ રહ્યા છે.
ચુકાદાથી આ બાબત ફરી એકવાર સાબિત થઇ ગઇ છે કે કોઇ વ્યક્તિ આધ્યાત્મનો ઢોગ કરીને કેટલી પણ મોટી કેમ ન થઇ જાય પરંતુ આખરે તેને તેના કર્મની સજા ભોગવી પડે છે. નારાયણ સાઇ પણ ઢોંઘ કરીને કરીને લાખો સમર્થકો ઉભા કરી ચુક્યો હતો. લાખો કરોડા તેના સમર્થક અને ભક્ત બની ગયા હતા. ઢોગી કેટલા પણ મોટા કેમ ન થઇ જાય તેમને દેશના કાયદા સાથે રમત કરવાની કોઇ તક આપી શકાય નહી. દેશના કાયદા સાથે ચેડા કરવાની તેને કોઇ કિંમતે તક આપી શકાય નહીં. ઢોગી કેટલા પણઁ પ્રભાવશાળી કેમ ન બની જાય કાયદાનો સકંજા તેની સુધી પહોંચી જાય છે. દેશમાં આ પ્રથમ વખત બન્યુ નથી જ્યારે આવા ઢોગીને સજા કરવામાં આવી છે. ઢોગી સંતોની યાદી ખુબ મોટી રહેલી છે. કોર્ટ દ્વારા તેમને સજા પણ કરી છે અને આવા ઢોગી બાબા હાલમાં જેલમાં છે. આનાથી પણ પહેલા હરિયાણાના હિસારમાં રામપાલ બાબાને હત્યાના બે કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા હતા અને તે વર્ષ ૨૦૧૪થી જેલની હવા ખાઇ રહ્યા છે. આવી જ રીતે બાબા રામ રહીમને પણ હત્યા અને રેપના કેસમાં આજીવન કારાવાસની સજા કરવામાં આવી ચુકી છે. શનિ તિર્થના દાતી મહારાજની સામે પણ કેસ ચાલી રહ્યો છે.
દાતી મહારાજને હાલમાં જામીન આપવામાં આવ્યા છે. હાર્ટેકોર્ટે પણ દાતી મહારાજની ધરપકડ કરવામાં નિષ્ફળતા રહેવા બદ તપાસ એજન્સીઓને ફટકાર લગાવી ચુકી છે. ભારતની ભોળી પ્રજાને લાલચ આપીને ભ્રમમાં નાંખીને ફસાવી લેવાના કૃત્યો આ ઢોગી બાબા કરી રહ્યા હતા. આ ઢોંગી બાબા આધ્યાત્મિક શક્તિના ઝાંસા આપીને સામાન્ય લોકોને અંધવિશ્વાસમાં ધકેલી રહ્યા હતા. આ ઢોગી બાબાને આ પ્રકારની વિદ્યા ખુબ આવડતી હતી. જેથી સામાન્ય લોકો તેમના સકંજામાં આવી રહ્યા હતા. કરોડો ભક્તો પણ બની રહ્યા હતા. આજ કારણસર કરોડો અબજાની સંપત્તિ પણ તેમના દ્વારા ઉભી કરવામાં આવી રહી હતી. રામરહીમની ધરપકડના દિવસે પંચકુલામાં ભક્તોએ હિસાં તાંડવ મચાવીને દેશના લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. રામપાલના સમર્થકો એક સપ્તાહ સુધી અર્ધ લશ્કરી દળો સુધી સંઘર્ષ કરતા રહ્યા હતા. આશ્રમની અંદર આટલી માત્રામાં વિસ્ફોટક મળી આવ્યા હતા.
આધુનિક વિજ્ઞાનના સમયમાં આ પ્રકારના ઢોગી બાબાઓથી દેશના લોકોને સાવધાન રહેવાની જરૂર દેખાઇ રહી છે. પહેલા પણ સંત વિવાદના ઘેરામાં આવતા રહ્યા છે. ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં ધીરેન્દ્ર બ્રહ્યચારી અને બાદની સરકારોના ગાળામાં ચન્દ્રાસ્વામી વિવાદના ઘેરમાં રહ્યા હતા. ચન્દ્રાસ્વામીએ ભારે ચર્ચા જગાવી હતી. સ્વામી રજનીશે (ઓશો)અમેરિકા સુધી તેમનુ નેટવર્ક જમાવ્યુ હતુ. તેમને ત્યાંથી હાંકી કાઢવા માટે આખરે અમેરિકી તંત્રને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. મોટા ભાગના ઢોગી બાબાઓનો ઇતિહાસ અપરાધિક ગતવિધીઓમાં રહેલા છે. સાથે સાથે તેમનો ઉપયોગ કરનાર લોકોની પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે. તેમની મદદ કરનાર લોકોને પણ તપાસ કરીને જેલ ભેગા કરવાનો સમય આવી ગયો છે.
જા કઠોર કાર્યવાહી કરવામાં આવશે તો જ આવા પોંગા પંડિતોથી મુક્તિ મળી શકશે. જા આવુ કરવામાં નહીં આવે તો તેમની સંખ્યા સતત વધતી જશે. સામાન્ય લોકો શિકાર થતા રહેશે. નારાયણ સાંઇ જેવા ઢોગીને સજા કરવામાં આવ્યા બાદ આના કારણે અંધ ભક્તોની આંખો પણ ખુલી જશે. ઢોગી બાબાઓની પોલ વારંવાર ખુલતી રહે છે છતાં લોકો આવા બાબાઓના સકંજામાં કેમ આવી રહ્યા છે તે પણ ચિંતાજનક બાબત છે. વિજ્ઞાનમાં કેટલીક બાબતોને ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યુ છે કે આવા બાબા પાસે કોઇ માયાવી શક્તિ રહેલી નથી.